ગુજરાતમાં ગમે ત્યાં ઉધું ઘાલીને ફરવા ઉપડી ના જતા! 45 નદી-તળાવોમાં ન્હાવા પર મૂકાયો પ્રતિબંધ
નર્મદા જિલ્લાના 45 જેટલા નદી, તળાવ પર નાહવા માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. રાજયના ગૃહવિભાગ દ્વારા દરેક જિલ્લામાં સૂચના આપવામાં આવી છે ત્યારે નર્મદા જિલ્લાના નદી અને તળાવો પર જિલ્લા તંત્ર દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો.
Trending Photos
Gujarat Monsoon 2024: ચોમાસાની શરૂઆત થતા જ નર્મદા જિલ્લાની 45 નદી-તળાવોમાં નાહવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જી હા...નદીમાં નાહવા પર પ્રતિબંધ લાદવામાં આવતા સંત સમિતિના સંત નારાજ થયા છે.
નર્મદા જિલ્લાના 45 જેટલા નદી, તળાવ પર નાહવા માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. રાજયના ગૃહવિભાગ દ્વારા દરેક જિલ્લામાં સૂચના આપવામાં આવી છે ત્યારે નર્મદા જિલ્લાના નદી અને તળાવો પર જિલ્લા તંત્ર દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો.
જોકે નર્મદા નદી પોઇચા કાંઠે હાલમાં જ એક જ પરિવારના વ્યક્તિઓ ડૂબી જવાના બનાવ બન્યો હતા. જેને ધ્યાને રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ ચોમાસા ની ઋતુ પણ શરૂ થઈ ચૂકી છે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નદી તળાવો માં નાહવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
નર્મદા જિલ્લામાં નદી તળાવોમાં નાહવા પર પ્રતિબંધ મુકવાથી અખિલ ભારતીય સંત સમિતિના મહામંત્રી સદાનંદ મહારાજ નારાજ થયા હતા. સંતનું કહેવું છે કે લોકો દૂર દૂરથી નર્મદા નદીમાં સ્નાન માટે આવતા હોય છે ત્યારે આ પ્રતિબંધ મુકવાથી નાહવા માટે આવતા લોકો પણ નાખુશ થઈ રહ્યા છે અને નર્મદા નદી કાંઠે બનેલા આશ્રમોમાં રહેતા સાધુ સંતોને પણ હવે બાથરૂમમાં નાહવાનો વારો આવ્યો છે. સવાર સાંજનું નર્મદા સ્નાન પણ હવે બંધ થઈ ગયું છે.
વહીવટીતંત્ર હરિદ્વાર અને વારાણસીની જેમ નર્મદા નદી કાંઠે બનેલ ઘાટ પર સાંકળો બાંધે તો તેને પકડીને પણ સ્નાન કરી શકાય પણ તંત્ર એવું નહિ કરતા નાહવા પર જ પ્રતિબંધ મૂકી દીધો છે, જે યોગ્ય નથી. જો આ પ્રતિબંધ વહેલીતકે નહિ ઉઠાવી લેવામાં આવે તો સંતો દ્વારા આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે