ઉદય રંજન/ અમદાવાદ : ગુજરાત એટીએસે ઉતરપ્રદેશના નેતા કમલેશ તિવારીની હત્યાના આરોપીઓની કરી ધરપકડ. ચોવીસ કલાક કરતા ઓછા સમયમાં ગુજરાત એટીએસે આરોપીઓને દબોચી લીધા. શું કોઈ આતંકી ષડ્યંત્ર છે ? ફિલ્મે ઢબે મુખ્ય આરોપીના ઘરે અન્ય બે આરોપીઓને બોલવામાં આવ્યા અને ધરપકડ કરી સમગ્ર કેસમાં આતંકી કનેક્શનને નકારી નથી રહી. ગુજરાત એટીએસ! ઉત્તરપ્રદેશના હિન્દુમહા સમાજ સભાના નેતા કમલેશ તિવારીની હત્યા મામલે ગુજરાત એટીએસે ત્રણ આરોપીઓની સુરત ખાતેથી ધરપકડ કરી લીધી છે. એટલું જ નહિ ગુજરાત એટીએસે રશીદ પઠાણ,ફેઝન અને મોલાના મોસીન નામના ત્રણેય આરોપીઓને ઘટનાના ચોવીસ કલાકમાં દબોચી લીધા છે. મહત્વની વાત એ છે કે સમગ્ર કેસમાં મહત્વની કડી રૂપ બની હોય તો એ છે કે સુરત ઉધના વિસ્તારમાં આવેલી ધરતી સવિત માર્ટ કારણકે આરોપીઓ આ જ દુકાનમાંથી મીઠાઈ લીધી હતી અને તેજ મીઠાઈ ના બોક્સમાં હથિયાર સંતાડીને ગયા હોવાની કબૂલાત આરોપીઓએ પોલીસ સમક્ષ કરી છે અને આજ મીઠાઈનું બોક્સ આરોપીઓએ ઘટનાને અંજામ આપીને ફેંકી દીધું હતું અને તેના પરથી જ પોલીસની તપાસ શરુ થઇ હોવાની મનાઈ રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત : પુણા વિસ્તારમાંથી બે કરોડની નકલી નોટ સાથે ચારની ધરપકડ

અહિયાં વાત કરવામાં આવે કે ગુજરાત એટીએસે સમગ્ર ઓપરેશનને પાર કઈ રીતે પાડ્યું હતું અને આખરે કઈ રીતે એક મીઠાઈ ના બૉક્સે આખી હત્યા નો ભેદ ઉકેલી કાઢ્યો હતો. સૌ પ્રથમ ગુજરાત એટીએસે સમગ્ર વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ ઘટના સ્થળ પરથી એક મીઠાઈનું બોક્સ મળી આવ્યું હતું. જેમાં સુરતનું સરનામું હતું. બાદમાં તપાસના રેલો સુરત સુધી પોહ્ચ્યો હતો અને ધરતી સ્વીટ માર્ટના સીસીટીવી ફૂટેજ તપાસમાં આવ્યા. સીસીટીવી ફૂટેજમાં આરોપીઓ મીઠાઈ લેતા દેખાઈ ગયા હતા. ત્યારબાદ સુરત ક્રાઈમ દ્વારા આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી. અને બાદમાં તમમાં આરોપીઓએ એક જગ્યા બોલવામાં આવ્યા હતા અને ત્યાંથી ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત એટીએસે ફિલ્મી ઢબે આરોપીઓને દબોચી લીધા છે. તાજેતરમાંજ બોલીવુડનું આવેલું ફિલ્મ બાટલા હાઉસમાં જે પ્રકારે આરોપીઓને એક આરોપીના ઘરે બોલવામાં આવે છે ત્યારબાદ તમામાં આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવે છે તેવો જ કઈક ઘટનાક્રમ કમલેશ તિવારી હત્યા કેસમાં આરોપીઓ સુધી પહોંચવાનો ગુજરાત એટીએસનો રહેલો છે.


R&B ના નાયબ કાર્યપાલક ઇજનેરે કરી આત્મહત્યા, ઉચ્ચ અધિકારી પર આરોપ


ઉઝબેકિસ્તાનમાં 'લોહપુરુષ' સરદાર પટેલઃ સીએમ રૂપાણીએ કર્યું પ્રતિમા અને સ્ટ્રીટનું લોકાર્પણ


કઈ પ્રકારે ગુજરાત એટીએસે સમગ્ર ઓપરેશ પાર પાડ્યું?
એટીએસે સૌ પ્રથમ રશીદ પઠાણની સુરત ખાતેથી ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ રશીદ નાંજ મોબાઈલ નંબરથી અન્ય બે આરોપીઓને રશીદના જ ઘર બોલવામાં આવ્યા જેમાં ફેઝાન તથા મોલાના મોસીનનો સમાવેશ થાય છે અને રશીદના કેહ્વાથી બંને જણા આવ્યા પરંતુ આવતાની સાથે જ ગુજરાત એટીએસે મોલાના મોસીન અને ફેઝાનની ધરપકડ કરી લીધી હતી. 


ચિલોડા-તપોવન એસપી રિંગરોડ પર ટ્રેલરની અડફેટે એકનું મોત, 3 ઇજાગ્રસ્ત


શા માટે ગુજરાત એટીએસે સમગ્ર ઓપરેશનમાં રસ દાખવ્યો તે સવાલ હાલ પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યો છે ત્યારે ગુજરાત એટીએસ એક એવી એજન્સી છે. જેને ગુજરાતમાં બનતા તમમાં વિવાદાસપ્દ અને સવેદનશીલ બનાવોમાં તપાસ કરવાની રહેતી હોય છે અને ખાસ કરીને એવા કિસ્સાઓમાં જેમ આતંકી મોડ્યુલ કામ કરતુ હોય અથવા તો એવા કોઈ દેશ વિરોધી સંગઠનોનું નામ આવતું હોય તેવા કિસ્સાઓમાં ગુજરાત એટીએસને સત્તા પણ હોય છે કે તે સ્વંત્રત રીતે તપાસ કરી શકે છે,બીજી તરફ કમલેશ તિવારીની જે પ્રકારે હત્યા કરવામાં આવી હતી,તેને જોતા ગુજરાત એટીએસ પણ એ સમજી ગઈ હતી કે આ કામ ચોક્કસ કોઈ આતંકી મોડ્યુલ દ્વાર કરવામાં આવ્યું છે કારણકે કમલેશ તિવારીનું ગળું કાપી નાખવામાં આવ્યું હતું અને ત્યારબાદ ફાયરીંગ પણ કરવામાં આવ્યું હતું.જેના પગલે ઉતરપ્રદેશમાં માહોલ તો ગરમાયો હતો જયારે બીજી બાજુ ગુજરાત કનેક્શન સામે આવતાની સાથે જ ગુજરાત એટીએસ સક્રિય થઇ ગઈ હતી અને સુરત ખાતેથી આરોપીઓને દબોચી લેવામાં ગુજરાત એટીએસને મોટી સફળતા હાંસલ થઇ હતી.


વડોદરામાં બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકો દટાયા 1ના મોતની આશંકા


વર્ષ ૨૦૧૫ ની સાલમાં કમલેશ તિવારીએ મોહમદ પેગંબર સાહેબ માટે વિવાદાસ્પદ ભાષણો કર્યા હતા ત્યારબાદ ઘણો મોટી વિવાસ સર્જાયો હતો અને ઘણા મુસલીમ સંગઠનોએ પોતાનો વિરોધ પણ નોંધાવ્યો હતો અને ઘણા કટ્ટરપંથીઓએ કમલેશ તિવારીનું માથું વાઢી લાવનારને રૂપિયા ૫૧ લાખનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી.ત્યારબાદ રશીદ પઠાણે પોતાના ભાઈ સાથે વાત ચિત કરી હતી કે કમલેશ તિવારીની હત્યા કરવી પડશે.


જીતુ વાઘાણી સાથે શીર્ષ સંવાદ: 'ચૂંટણી વ્યક્તિ નહીં પરંતુ કમળ લડે છે, લોકો કમળને મત આપે છે'


ઉલેખનીય છે કે ગુજરાત એટીએસે પકડેલા આરોપી મોલાના મોસીને પણ કહ્યું હતું "સરિરયતે કુરાનમાં વાજીબે કતલ હે" આનો અર્થ અહોયા એ થાય છે કે કુરાનમાં પણ લખ્યું છે કે આવા વ્યક્તિઓની હત્યા કરવું વ્યાજબી ગણવામાં આવે છે જેને લઈને રશીદ વધુ ઝનુન ચઢ્યું હતું. હાલ ગુજરત એટીએસે વધુ બે આરોપીઓ એટલેકે અસફાક અને મયુદીનને શોધવા માટે કવાયત હાથ ધરી છે. આજેઓડી રાત સુધીમાં તમમાં ત્રણેય આરોપીઓ ગુજરાત એટીએસની કસ્ટડીમાં રહ્યા હતા જેમાં તપાસમાં સામે આવ્યું છે કે રશીદ દુબઈમાં જે કંપનીમાં કામ કરતો હતો તે કંપનીનો માલિક કરાચી પાકિસ્તાનનો હોવાનું સામે આવ્યું છે આ સાથે જ રશીદ કરાચી પણ ગયો હોય તેવું અનુમાન ગુજરત એટીએસ કરી રહી છે.