સુરત : પુણા વિસ્તારમાંથી બે કરોડની નકલી નોટ સાથે ચારની ધરપકડ
પુણા ગામ વિસ્તારમાં પોલીસે ચાર ઠગોને ઝડપી પાડ્યાં પાડ્યા છે. તેમની પાસેથી 2 કરોડથી વધારેની ડુપ્લિકેટ નોટો કબ્જે કરી હતી. પકડાયેલા ઠગ અસલી નોટ બતાવીને નકલી નોટના બંડલ પકડાવીને ઠગાઇ કરે તે અગાઉ જ પોલીસે ચારેયને ઝડપી પાડ્યા હતા
Trending Photos
સુરત : પુણા ગામ વિસ્તારમાં પોલીસે ચાર ઠગોને ઝડપી પાડ્યાં પાડ્યા છે. તેમની પાસેથી 2 કરોડથી વધારેની ડુપ્લિકેટ નોટો કબ્જે કરી હતી. પકડાયેલા ઠગ અસલી નોટ બતાવીને નકલી નોટના બંડલ પકડાવીને ઠગાઇ કરે તે અગાઉ જ પોલીસે ચારેયને ઝડપી પાડ્યા હતા. આ ઠગ વેપારીઓ પાસેથી નકલી નોટના બંડલ દ્વારા ઠગાઇ કરતા હતા. પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે પોલીસે અગાઉથી જ રેકી કરી હતી. ઠગાઇ કરવા માટે જેવા આ ચારેય આવ્યા ચારેયની ધરપકડ કરવામાં આવી હતી.
પકડાયેલા ચારેય ઠગો નોટોના બંડલના ઉપરના ભાગે અસલી નોટો રાખતા હતા. જ્યારે થપ્પીની અંદર નકલી નોટો લગાવી દેતા હતા. આ ઉપરાંત બેંકનું નકલી સિલ બંન્ને બાજુથી મારી દેતા હતા. જેથી વેપારીને લાગે કે બેંકના સિલવાળુ બંડલ છે માટે ચેક કરવાની કોઇ જરૂર નથી. જેથી આખી બેગ જ વેપારીને તે લોકો પકડાવી દેતા હતા. આ લોકો મુંબઇથી આવતા હતા અને એકવાર જે વિસ્તારમાં ઠગાઇ કરતા હતા ત્યાં તેઓ ફરી ક્યારે પણ જતા નહી અને બીજા વિસ્તારમાં જ ઠગાઇ કરતા હતા.
જો કે પોલીસે આશરે બે કરોડની નકલી અને 38 હજાર રૂપિયાની અસલી નોટ સાથે ચાર આરોપીને ઝડપી પાડ્યા હતા. જો કે હાલ તેમની ધરપકડ કરીને હાલ પોલીસ પુછપરછ કરી રહી છે. પોલીસ તે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ મોડસ ઓપરેન્ડીથી તેઓએ અન્ય કેટલા સ્થળો પર ઠગાઇ કરી છે. આ ઉપરાંત શું આ ગેંગમાં અન્ય પણ કોઇ લોકો સંડોવાયેલા છે. વગેરે વિશે વિસ્તૃત તપાસ કરવામાં આવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે