રાજુ રૂપારેલિયા/દ્વારકા :દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે જિલ્લાના મોટાભાગના નદીનાળાઓ છલકાયા છે. તો અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા (Dwarka rain) ના હડમતીયની ભંગ નદીમા માલેતાના ત્રણ લોકો તણાયા હતા. નદી ગાંડીતૂર થતા કોઝવે પરથી પાણીનો પ્રવાહ વહેવા લાગ્યો હતો. જેમાં હાથ પકડીને રસ્તો પાર કરી રહેલા યુવકો જોતજોતામાં તણાઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા એક સિક્યુરિટી ગાર્ડને બચાવી લેવામાં આવ્યો છે. જ્યારે 2ની શોધખોળ ચાલુ છે. ઘટનાની જાણ તંત્રને કરવામાં આવતા રેસ્ક્યુ ટીમ બોલાવવામા આવી છે. જેથી બંને યુવાનોની શોધખોળ કરવામાં આવી હતી. બંને લોકોના મૃતદેહ ભોગાતના ખડા વિસ્તારમાંથી મળી આવ્યા હતા. જોકે, સમગ્ર ઘટનાનો વીડિયો કોઈએ મોબાઈલમાં કેદ કર્યો હતો, જે જોતજોતામાં વાયરલ પણ થઈ ગયો હતો. 


માણસ તો શું, જાનવર સાથે પણ ભેટો થવો મુશ્કેલ છે તેવી નડાબેટ બોર્ડર પર 1965થી તૈનાત છે જવાનો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતનું પર્વતગામ આખેઆખું પાણીમાં ગરકાવ, લિંબાયત ખાડીમાં પણ કમર સુધીના પાણી... 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે દિવસથી વરસાદ યથાવત છે. જેમાં જામ કલ્યાણપુર તાલુકાનું રાવલ ગામ પાંચમી વખત પાણીમાં ગરકાવ થયું છે. રાવલ ગામના લોકોને બચાવવા NDRF ની ટીમ પહોંચી હતી. રાવલ ગામમાં હનુમાન ધાર વિસ્તારમાં ફસાયેલા લોકોને NDRF ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને બહાર કઢાયા હતા. ફસાયેલા લોકોને NDRF ટીમ બોટ દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.


વડોદરાની વિશ્વામિત્રી ભયજનક સપાટીથી માત્ર 4 ફૂટ જ દૂર, લોકોના શ્વાસ અદ્ધર થયા 


ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે. આજે અને કાલે અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સમુદ્રમાં લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ ભારે વરસાદની આગાહી બાદ રાજ્યભરમાં NDRFની 13 ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર