વેઈટરની નોકરી અને હોટલ માલિકની પુત્રી સાથે લગ્ન: શેરપુરિયાએ ગુજરાતથી દુબઈ સુધી પેટ્રોકેમિકલ્સનું સામ્રાજ્ય ફેલાવ્યું
શેરપુરિયાએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાંથી સ્કીમ હેઠળ 349 કરોડ 12 લાખની લોન લીધી હતી અને કોરોનાના સમયગાળા દરમિયાન તેણે ધંધામાં નુકસાન હોવાનું કહીને પોતાને નાદાર જાહેર કર્યો હતો.
Sanjay Rai Sherpuria Latest News: યુપી એસટીએફ સતત શેરપુરિયાની પૂછપરછ કરી રહી છે. તેણે પૂછપરછમાં ઘણા ખુલાસા કર્યા છે, પરંતુ તેના વિદેશી કનેક્શન્સ વિશે કંઈ જણાવ્યું નથી.
VIDEO:રંગરેલિયાએ તબિયત પૂછી તો વિફરેલી મહિલાએ ચંપલે ચંપલે રોમિયોની તબિયત બગાડી નાંખી
ઠગ સંજય રાય શેરપુરિયા પોલીસ કસ્ટડી રિમાન્ડ પર છે. પોલીસ તેની સતત પૂછપરછ કરી રહી છે. STFએ ગુરુવારે તેની પૂછપરછ કરી હતી, જેમાં તેણે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેણે કહ્યું કે તેણે દુબઈમાં તેની ઓફિસ ખોલી છે. આ પછી તેણે ગુજરાતમાંથી પેટ્રોકેમિકલ્સની આયાત-નિકાસનો વ્યવસાય શરૂ કર્યો. STFએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે, ગુજરાત પહોંચ્યા બાદ તે ત્યાંની એક હોટલમાં વેઈટર તરીકે કામ કરતો હતો. આ દરમિયાન તેણે હોટલ માલિકની પુત્રી કંચન સાથે મિત્રતા કરી અને તેની સાથે લગ્ન કર્યા.
ગુજરાતમાં કેમ વારંવાર કેબિનેટ વિસ્તરણની લાગી રહી છે અટકળો, જાણો શું છે કારણો?
વિદેશી કનેક્શન વિશે વાત કરી ન હતી
થોડા સમય પછી કંચન અભ્યાસ માટે અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં ગઈ. આ તે સમય હતો જ્યારે શેરપુરિયાએ પેટ્રોકેમિકલ્સ કંપની શરૂ કરી હતી. તેણે દિલ્હી અને મુંબઈમાં પણ પોતાની ઓફિસ ખોલી હતી. શેરપુરિયાએ તેના વિદેશી કનેક્શન વિશે કોઈ સ્પષ્ટ માહિતી આપી નથી. એસટીએફ આરોપીની વિદેશ યાત્રા અંગે માહિતી એકઠી કરી રહી છે. એસટીએફ આરોપીનો પાસપોર્ટ કયા નામથી બન્યો તેની વિગતો પણ શોધી રહી છે.
કોર્ટ બહાર લોહીના ફુવારા! પોલીસ સામે 30 સેકન્ડમાં કેદીને ઝીંક્યા 15 ઘા, જુઓ VIDEO
યોજના બનાવીને પોતાને નાદાર જાહેર કર્યા
શેરપુરિયાએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાંથી સ્કીમ હેઠળ 349 કરોડ 12 લાખની લોન લીધી હતી અને કોરોનાના સમયગાળા દરમિયાન તેણે ધંધામાં નુકસાન હોવાનું કહીને પોતાને નાદાર જાહેર કર્યો હતો. બેંક દ્વારા મોકલવામાં આવેલી નોટિસનો કોઈ જવાબ મળ્યો નથી. પત્ની કંચન ઘણી ક્લબ અને એસોસિએશન ચલાવે છે. પત્ની દિલ્હીમાં રહે છે અને શેરપુરિયાનું પ્રતિનિધિત્વ કરે છે.
BIG BREAKING: ખેડૂતો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, આટલા ભાવે વેચાણ કરી શકશે
કરોડોની હેરાફેરી કરીને શેરપુરિયા દિલ્હી પહોંચ્યા હતા. અહીં તેણે પિતાના મિત્રને હાથો બનાવીને દિલ્હી રાઈડિંગ ક્લબમાં રહેવાની જગ્યા મેળવી. આ પછી, તેણે ધીમે ધીમે ક્લબ પર અધિકાર સ્થાપિત કરવાનું શરૂ કર્યું. આ પછી શેરપુરિયાએ ત્યાં ઓફિસ પણ બનાવી. આ કેસમાં અનેક ગુજરાતના નેતાઓના નામ પણ ઉછળી રહ્યાં છે. આ કેસમાં પોલીસે તપાસ કરી તો રેલો ગુજરાતના નેતાઓ સુધી પહોંચે તો પણ નવાઈ નહીં.
સુરતમાં હોમમીનિસ્ટરના હોમગ્રાઉન્ડમાં 'અતિકવાળી', કોર્ટ બહાર કેદીને પતાવી દીધો, ઘટના