Monsoon 2024 Prediction : ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. રવિવારે ગુજરાતના 14 જિલ્લાઓમાં વાવાઝોડા જેવા પવન સાથે વરસાદનું આગમન થયું હતું. તેમજ ગુજરાતમાં એક જ દિવસમાં ચાર લોકોના મોત નિપજ્યા છે. ભરૂચમાં ભારે પવનથી ઝાડ પડતાં 3 લોકોનાં મોત થયા. તો વડોદરામાં વીજળી પડતાં એકનું મોત થયું છે. હજુ પણ 3 દિવસ વરસાદની આગાહી છે. ત્યારે આગામી ત્રણ કલાકમાં  રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કર્યું છે. આગામી ત્રણ કલાકમાં અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં ઠંડર સ્ટ્રોમની આગાહી છે. જેમાં આગામી ત્રણ કલાકમાં અમદાવાદ, ગાંધીનગર, છોટાઉદેપુર, સુરત, તાપી, નર્મદા, વલસાડ, ડાંગ, દમણ, દાદર અને નગર હવેલીમાં ઠંડર સ્ટ્રોંમ સહિત વરસાદની આગાહી છે. 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તો અન્ય કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોમાસું આવી ગયું
ચોમાસાની રાહ જોતા લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી ધીમે ધીમે ચોમાસા તરફ ગતિમાન થઈ છે. ગઈકાલે સાંજે અમદાવાદમાં વરસાદી માહોલ બાદ વહેલી સવારે પણ વાદળછાયુ વાતાવરણ છવાયું છે. વાદળછાયુ વાતાવરણના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. 


કુકરમાં ખોટી રીતે દાળ પકાવી તો ઉડી જશે બધુ પ્રોટીન, ICMR એ જણાવી યોગ્ય રીત


દક્ષિણ ગુજરાતના લોકોને મોટો ઝટકો, અમૂલ બાદ હવે સુમુલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો


અંબાલાલ પટેલની ખેડૂતોને સલાહ, આ સમયે કરજો વાવણી 
ચોમાસું આવે એટલે વાવણીનો સમય. આવામાં ખેડૂતોને અનેક પ્રકારની મૂંઝવણ હોય છે. ક્યારે વાવણી કરવી, કયા સમયે કરવી, વાવણી કરીશું તો વરસાદ આવશે જેવા અનેક મૂંઝવતા સવાલનો જવાબ અંબાલાલ પટેલની આ સલાહમાં મળી જશે. અંબાલાલ પટેલે કહ્યું કે, ખેડુતો સામાન્ય રીતે ચોમાસાનો વરસાદ થાય તે પહેલા જ વાવણી કરતા હોય છે. જો કે ચાલુ વર્ષે પણ નિયમિત ચોમાસા પહેલા પણ વરસાદ થશે. એટલે 4 જૂન સુધીમાં પ્રી મોનસૂન એક્ટિવિટી થશે અને વરસાદ થવાનું અનુમાન છે. અને ત્યાર બાદ 7 થી 14 જૂન ચોમાસાનો વરસાદ થવાની શક્યતા છે. પરંતુ ખેડૂતો સારા પાક માટે રોહિણી નક્ષત્રમાં વાવણી કરતા હોય છે. જ્યારે રોહિણી નક્ષત્રમાં વરસાદ સાથે પવન વધુ રહેતો હોય છે. જેના કારણે ભેજ ઉડી જાય છે. ચાલુ વર્ષે પણ રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે. અને ભારે પવન ફુકાશે. એટલે પિયતની વ્યવસ્થા હોય તો વાવણી કરવી જોઈએ. નહી તો ચોમાસાના નિયમિત વરસાદની રાહ જોવી જોઈએ. અન્યથા જો કોઈ કારણે વરસાદ ખેંચાય તો ખેડૂતો પોતાને થતાં નુકસાનથી બચી શકે.


ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી : આજે 13 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની છે આગાહી