દક્ષિણ ગુજરાતના લોકોને મોટો ઝટકો, અમૂલ બાદ હવે સુમુલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો

Sumul Dairy Milk Rate Hike : અમૂલ બાદ સુરતમાં સુમુલ ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો... સુમુલ ડેરીએ દૂધમાં પ્રતિલિટરે 2 રૂપિયાનો કર્યો વધારો... સુરત સહિત તાપીના સુમુલના ગ્રાહકો પર રોજ 24 લાખ રૂપિયાનું ભારણ વધશે

દક્ષિણ ગુજરાતના લોકોને મોટો ઝટકો, અમૂલ બાદ હવે સુમુલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો

Milk Price Hike : અમૂલ ડેરી બાદ ગુજરાતની વધુ એક ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે. અમૂલ બાદ સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં લીટરે 2નો વધારો કર્યો છે. 6 દિવસ પહેલા જ અમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લીટરે બે રૂપિયાનો વધારો કર્યો હતો. ત્યારે આજથી સુમુલ ડેરી દ્વારા પણ પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સુરત સહિત તાપી જિલ્લાના સુમુલના ગ્રાહકો પર રોજ 24 લાખ રૂપિયાનું ભારણ વધશે. 

દેશમાં મોંઘવારી સતત વધી રહી છે. મોંઘવારી અટકવાનું નામ નથી લઇ રહી. ત્યારે હવે દક્ષિણ ગુજરાતમાંથી વધુ એક મોટો ઝટકો પ્રજા માટે આવ્યો છે. તાજા અપડેટ પ્રમાણે, અમૂલ બાદ સુમુલ ડેરીએ ભાવ વધારો કર્યો છે. દૂધના ભાવમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો કરાયો છે. સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ સંઘે આ વધારો કર્યો છે. વધારા બાદ નવા ભાવ પણ સામે આવ્યા છે. સુમુલ ડેરીએ દૂધના ભાવમાં અચાનક વધારો ઝીંકતા ગૃહીણીઓનું બજેટ બગડી શકે છે. 

સુમુલ ડેરી દૂધના નવા ભાવ 

1. અમુલ ગોલ્ડ 500 મિલી નો ભાવ 34 રૂપિયા
2. અમુલ શક્તિ 500 મિલી નો ભાવ 31 રૂપિયા
3. અમુલ તાજા 500 મિલી નો ભાવ 27 રૂપિયા

આ અગાઉ સુમુલ ડેરીએ પશુપાલકો માટે આપી હતી ખુશખબર
બે દિવસ પહેલા સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશખબર આપી હતી કે, પશુપાલકો માટે દૂધમાં કિલોફેટે ભાવમાં વધારો જાહેર કર્યો હતો. ભેંસના દૂધમાં કિલોફેટે ૨૦ રૂપિયાનો વધારો કરાયો હતો. તો ગાયના દૂધમાં કિલોફેટે ૧૫ રૂપિયાનો વધારો કરાયો હતો. ભેંસના દૂધના કિલોફેટે ભાવ ૮૩૦ રૂપિયા હતા, જે વધારીને ૮૫૦ રૂપિયા કરવામાં આવ્યા છે. ગાયના દૂધના કિલોફેટના ભાવ ૭૯૫ રૂપિયા હતા, જે વધારી ૮૧૦ રૂપિયા કરવામાં આવ્યા હતા. સુમુલ ડેરીના ચેરમેન માનસિંગ પટેલે આ જાહેરાત કરી હતી. આ જાહેરાતથી સુરત તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકોને વાર્ષિક ૬૦ કરોડનો ફાયદો થશે. અઢી લાખ પશુપાલક માટે ખુશીના સમાચાર છે. 

ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ લોકો પર મોંઘવારીનો માર ઝીંકાઈ રહ્યો છે. તાજેરતમાં જ અમૂલ દૂધમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ ટી સ્પેશિયલ દૂધના ભાવમાં વધારો કરાયો છે. હવે અમૂલ ગોલ્ડ લીટરનો ભાવ 64 રૂપિયાથી વધી 66 રૂપિયા થશે. જ્યારે અમૂલ ટી સ્પેશિયલના પ્રતિ લિટર ભાવ રૂ.62થી વધી 64 થશે. એટલુ જ નહી અમૂલ શક્તિના પ્રતિ લીટર રૂ.60 થી વધી 62 રૂપિયા થશે જ્યારે દૂધ સહિત દહીંના ભાવમાં પણ વધારો થયો છે. હવે સવાલ એ છે કે, અમૂલ દૂધના ભાવ વધતા ગુજરાતની અન્ય ડેરીઓ પણ ધીરે ધીરે ભાવ વધારી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news