કુકરમાં ખોટી રીતે દાળ પકાવી તો ઉડી જશે બધુ પ્રોટીન, ICMR એ જણાવી યોગ્ય રીત

How To Cook Lentils: શું તમે ખોટી રીતે તો દાળ બનાવી નથી રહ્યાં ને, હાલમાં જ ICMR એ નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ન્યૂટ્રીશનની સાથે મળીને નવી ગાઈડલાઈન રજૂ કરી છે, તેમાં દાળ પકાવવાની યોગ્ય રીત જણાવાઈ છે 
 

કુકરમાં ખોટી રીતે દાળ પકાવી તો ઉડી જશે બધુ પ્રોટીન, ICMR એ જણાવી યોગ્ય રીત

How to cook pulses : દાળ ભારતીય આહારનો મહત્વનો ભાગ છે. લોકો પ્રોટીન અને અનેક પોષક તત્ત્વોથી ભરપૂર દાળને અલગ અલગ રીતે બનાવે છે. કેટલાક લોકો દાળને પકાવવા પહેલા પલાળે છે, કેટલાક તરત કુકરમાં ઉકાળવા મૂકી દે છે. જેનાથી દાળ ક્યારેક ગાઢી, તો ક્યારેક પતલી બને છે. અનેકવાર દાળ ઉકાળ્યા બાદ કાચી રહી જાય છે, જેનાથી તેને ફરીથી સિટી મારીને ઉકાળવામાં આવે છે. જોકે,  ICMR હાલમાં જ નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં જણાવ્યું છે કે, ખાણીપીણીની રીત કેવી રીતે અને તેનો સમય કેટલો હોવો જોઈએ. જેથી ખોરાકની ન્યૂટ્રીશન વેલ્યૂ જળવાય રહે. દાળની સાથે પણ આવું જ છે. દાળને ખોટી રીતે પકાવવાથી તેમાં રહેલા પોષક તત્વો નષ્ટ થઈ જાય છે. 

દાળને પકાવવાની બે બેસ્ટ રીત
પહેલાના જમાનામાં લોકો માટીના વાસણમાં દાળ ઉકાળતા હતા. આજે પણ કેટલાક લોકો આ રીત અપનાવે છે.  ICMR ના અનુસાર, દાળ પકાવવા માટે બોઈલિંગ અને પ્રશેર કુકિંગ દાળની ગુણવત્તાને યથાવત રાખવાની યોગ્ય રીત છે. આ બે રીતથી ફાઈટિક એસિડને ઓછુ કરે છે. ઉલ્લેખનીય છે કે, ફાઈટિંક એસિડ, મેગ્નેશિયન, ઝિંક અને આયર્ન જેવા મિનરલ્સને અવસોષિત થતા રોકે છે. અનેક લોકો દાળને વધારે પડતી ઉકાળે છે. પરંતુ આવી દાળમાં ન તો સ્વાદ હોય છે, ન તો તે હેલ્હી હોય છે. તેથી દાળને ઓવર બોઈલ કરવાથી બચવું જોઈએ. વધુ ઉકાળતા દાળમાં રહેલુ પ્રોટીનની ક્વોલિટી ખરાબ થઈ શકે છે. 

દાળ ઉકાળતા સમયે કેટલુ પાણી નાંખવું જોઈએ
અનેક લોકોની ફરિયાદ હોય છે કે, તેમની દાળમાં પાણી વધારે થઈ જાય છે અને અનેકવાર દાળ સુકી રહી જાય છે. ICMR ની ગાઈડલાઈન અનુસાર, દાળ ઉકાળતા સમયે પૂરતુ પાણી નાંખવું જોઈએ. બસ એટલુ જ પાણી નાંખો કે દાળ પલળી જાય. તેને ઉકળતા સમયે કુકરમાંથી પાણી બહાર ન નીકળવું જોઈએ, જેથી પોષકતત્વો યથાવત રહે છે. 

દાળને વધુ ઉકાળવાના નુકસાન

  • દાળને વધુ પડતા ઉકાળવાથી પ્રોટીનની ગુણવત્તા ઘટી જાય છે
  • દાળને ઓવર બોઈલ કરવાથી તેમાંથી મળતા વિટામીન બી અને સી નષ્ટ થઈ જાય છે
  • આ રીત દાળની ન્યૂટ્રીશન વેલ્યૂ ઓછી કરી દે છે 
  • વધુ પકાવવાછી દાળની બનાવટ અને સ્વાદ બદલાઈ જાય છે
  • ઓવર બોઈલ કરવાથી તમામ પોષક તત્ત્વો સીટી વાગતા જ પાણીમાં ઉડી જાય છે 
  • જેનાથી દાળમાં પોષક તત્વો ઘટી જાય છે. 

કોણ બનશે મંત્રી? ગુજરાતમાંથી માંડવિયા અને પાટીલને આવ્યો ફોન, આ નામ પણ ચર્ચામાં

દાળ કેટલો સમય ઉકાળવી
ICMR ની સલાહ છે કે, દાળને ત્યા સુધી પકાવો, જ્યા સુધી તે નરમ ન થઈ જાય. પરંતુ ધ્યાન રાખો તે ગળી ન જાય. તેમાં દાણા દેખાવા જોઈએ, તે પણ પકેલા. 

દાળ ઉકાળતા સમયે પાણી કેટલુ હોવુ જોઈએ

  1. એક કપ સૂકી દાળને ઉકાળવા માટે ત્રણ થીચાર કપ પાણીનો ઉપયોગ કરવો
  2. પ્રેશર કુકિંગ માટે, એક કપ સૂકી દાળમાં 2-3 કપ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. 

દક્ષિણ ગુજરાતના લોકોને મોટો ઝટકો, અમૂલ બાદ હવે સુમુલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news