લાખો વાહન ચાલકો માટે ખુશખબર? સાચેજ ઘટ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ?

Petrol-Diesel Price Today: લાંબા સમયથી લોકો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની રાહ જોઈને બેઠાં હતા...શું ખરેખર આજે આવી ગયો એ દિવસ...જાણો પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવ...

લાખો વાહન ચાલકો માટે ખુશખબર? સાચેજ ઘટ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ?

Petrol-Diesel Price Today: 5 જુલાઈ માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. વાહન ચાલકોને લાંબા સમયથી આશા હતી કે, નવી સરકાર બન્યા બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થશે. આજે ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના ભાવ તો જાહેર કરવામાં આવ્યાં પણ લોકોને નીરાશા સાપડી. જીહાં, પેટ્રોલ અને ડીઝલના ભાવ હજુ પણ એવા જ છે અને અહીં કોઈ ફેરફાર થયો નથી.

લાંબા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 5 જુલાઈ માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ હજુ પણ એવા જ છે અને અહીં કોઈ ફેરફાર થયો નથી. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લો ફેરફાર માર્ચમાં થયો હતો અને ત્યારથી તેમાં કોઈ ફેરફાર થયો નથી.

છેલ્લે માર્ચમાં ઘટ્યો હતો પેટ્રોલ-ડીઝલનો ભાવ-
ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કર્યો હતો. 14 માર્ચે મોટી રાહત આપતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો હતો અને ત્યારથી અત્યાર સુધી કોઈ સારા સમાચાર આપવામાં આવ્યા નથી. અહીં તમે તમારા સંબંધિત શહેરના દરો વિશે માહિતી મેળવી શકો છો.

કેટલો છે તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો લેટેસ્ટ ભાવ?

શહેર        પેટ્રોલ         ડીઝલ
દિલ્હી         94.72         87.62
મુંબઈ         103.94         89.97
કોલકાતા         103.94         90.76
ચેન્નાઈ         100.85         92.44
બેંગલુરુ         102.86         88.94
લખનૌ         94.65         87.76
નોઇડા         94.66         87.76
ગુરુગ્રામ         94.98         87.85
ચંદીગઢ         94.24         82.40
પટણા         105.42         92.27

કઈ બાબતોના આધારે નક્કી થાય છે પેટ્રોલ-ડીઝલનો ભાવ?
પેટ્રોલ-ડીઝલનો ભાવ મુખ્ય ચાર બાબતોના આધારે નક્કી કરવામાં આવે છે.
1) કાચા તેલની કિંમત એટલે કે, આંતરરાષ્ટ્રિય બજારોમાં ક્રૂડ ઓઈલનો ભાવ
2) રૂપિયા પ્રમાણે અમેરિકી ડોલરની કિંમત
3) કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વસૂલવામાં આવતો ટેક્સ
4) દેશમાં ફ્યુલની માગ કેટલી છે તેને પણ ધ્યાને લેવાય છે.

તમારા સુધી કેવી રીતે પહોંચે છે પેટ્રોલ-ડીઝલ?
1) ઈમ્પોર્ટઃ વિદેશથી કાચું તેલ ખરીદવામાં આવે છે.
2) રિફાઈનરીઃ કાચા તેલમાંથી પેટ્રોલ-ડીઝલ અલગ કરવામાં આવે છે.
3) કંપનીઓ: તેપોતાનો નફો કમાઈ પેટ્રોલ-ડીઝલ પહોંચાડે છે.
4) ગ્રાહકોઃ કેન્દ્ર અને રાજ્ય સરકારનો ટેક્સ ઉમેરાય પછી ગ્રાહકો ખરીદે છે.

આ રીતે તમે ઘરે બેઠા ભાવ ચેક કરી શકો છો-
તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સરળતાથી જાણી શકો છો. આ માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓની વેબસાઈટ પર જવું પડશે અથવા SMS મોકલવો પડશે. જો તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક છો તો તમે RSP સાથે 9224992249 નંબર પર SMS મોકલી શકો છો અને જો તમે BPCL ગ્રાહક છો તો RSP લખીને 9223112222 નંબર પર SMS મોકલી શકો છો.

OMCs કિંમતો બહાર પાડે છે-
તમને જણાવી દઈએ કે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. જોકે, 22 મે, 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવી કંપનીઓ તેમની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. તમે ઘરે બેઠા પણ તેલની કિંમત ચકાસી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news