દિલ્હીમાં કંઈક મોટું થવાનું છે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાંસદોની આખી ટીમને લઈને દિલ્હી ઉપડી ગયા
Gujarat BJP MPs Meeting In Delhi : આજે PM મોદી ગુજરાતના તમામ સાંસદોને મળશે....કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બેઠકમાં હાજર રહેશે....ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા બેઠકમાં હાજર રહેશે...બેઠકમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ મુદ્દે કરી શકે છે ચર્ચા...
Gujarat BJP MPs Meeting In Delhi બ્રિજેશ દોશી/ગાંધીનગર : 2024 ની લોકસભા ચૂંટણી પહેલાં અત્યારથી જ ધમધમાટ શરૂ થઈ ગયો છે. તેની સૌથી પહેલા હલચલ દિલ્હીથી થઈ છે. ગુજરાત ભાજપના તમામ સાંસદોનો આજે દિલ્હીથી બુલાવો આવ્યો છે. જેથી ભુપેન્દ્ર પટેલ તેમના સાંસદોી આખી ટીમને લઈને દિલ્હી ઉપડી ગયા છે. આજે PM મોદી ગુજરાતના તમામ સાંસદો સાથે મુલાકાત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ બેઠકમાં હાજર રહેશે. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા બેઠકમાં હાજર રહેશે. બેઠકમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ મુદ્દે ચર્ચા કરી શકે છે.
સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસે છે. પીએમ નિવાસસ્થાને ગુજરાતના સાંસદોની બેઠકમાં ભાગ લેશે. જેમાં ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી લોકસભા ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા થશે. આ બેઠકમાં સંગઠન મહામંત્રી રત્નાકર તથા પ્રદેશ પ્રમુખ સી આર પટીલ પણ હાજર રહેશે. સાંજે 6.30 કલાકે PMના નિવાસસ્થાને આ બેઠક મળવાની છે. PM નરેન્દ્ર મોદી ગુજરાતના તમામ સાંસદોને મળશે, તેમની સાથે ચૂંટણીલક્ષી ચર્ચાઓ કરશે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા બેઠકમાં હાજર રહેશે. આ બેઠકમાં સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. બેઠકમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ અને રણનીતિ મુદ્દે ચર્ચા થશે.
આ છે ગુજરાતનું સૌથી શ્રેષ્ઠ અને આદર્શ ગામ, જ્યાં એક રસોડે જમે છે આખા ગામના લોકો
તો પીએમ સાથેની બેઠક પહેલા દિલ્હીમાં ગુજરાતના તમામ સાંસદોની સીઆર પાટીલ બેઠક યોજાવાના છે. સાંજે 4:30 વાગે ગરવી ગુજરાત ભવન ખાતે આ બેઠકનું આયોજન કરાયું છે. જેમાં કેટલાક સાંસદોને મહત્વ પૂર્ણ જવાબદારીઓ સોંપાય તેવી શક્યતા છે.
લોકસભાની તૈયારીમાં લાગ્યું ગુજરાત ભાજપ
આવતીકાલે દિલ્હીમાં મળનારી તમામ સાંસદોની બેઠકમાં લોકસભા ચૂંટણીને લઈને ચર્ચા થાય તેવી શકયતા છે. આ સાથે કેટલાક સાંસદોને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપાઈ શકે છે. મહત્વનું છે કે, લોકસભા ચૂંટણીને લઈને ભાજપે અત્યારથી કવાયત શરૂ કરી દીધી છે. આ સાથે વિવિધ કમિટીની કામગીરીનો સાંસદો દ્વારા ચિતાર લેવામાં આવશે.
જોવા જેવો Video, માત્ર 7 સેકન્ડમાં તોડી પડાયો સુરતની ઓળખસમો હાઈરાઈઝ કુલિંગ ટાવર