અમદાવાદ :રાજ્યમાં વાયુ વાવાઝોડના સંકટ સામે પહોંચી વળવા માટે શક્યત તમામ પગલા લેવામાં આવી રહ્યાં છે. કોઈ જાનહાનિ ન થાય તે માટે અનેક સૂચનાઓ સતત આપવામાં આવી રહી છે. તો લેટેસ્ટ અપડેટ મુજબ, વાવાઝોડાને પગલે ગુજરાતમાં અનેક ટ્રેનો તથા ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ માહિતી આપી કે, હવાઈ સેવા, બસ સેવા અને રેલવેમાં પણ દરિયાઈ કાંઠો પરથી પસાર થાય છે ત્યાં સ્થગિત કરી છે. વાયુ વાવાઝોડાને પગલે કેટલીક ટ્રેનો રદ્દ કરાઈ  છે. વેરાવળ, ઓખા, પોરબંદર, ભાવનગર અને ભૂજ-ગાંધીધામ જતી ટ્રેનો કેન્સલ કરાઈ છે. તમામ પેસેન્જર તથા એક્સપ્રેસ ટ્રેનો રદ્દ કરાઈ છે. સાંજે 6 વાગ્યાથી 14 જૂન સુધી વાવાઝોડાના પગલે તમામ ટ્રેનો રદ્દ રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રીએ બે હાથ જોડીને વિનંતી કરી, ‘વાવાઝોડાથી સ્થળાંતરમાં સાથ સહકાર આપો’


ગુજરાતના દરિયાકાઠે આવનાર વાયુ વાવાઝોડાને લઇને રેલ્વે તંત્ર પણ હરકતમાં આવ્યું છે. આજે સાંજે 6 વાગ્યાથી સૌરાષ્ટ્રમાં આવતી-જતી તમામ ટ્રેનો કેન્સલ કરાઈ છે. વેરાવળ, પોરબંદર આવતી-જતી ટ્રેનો આજ સાંજથી બંધ કરાઈ છે. તેમજ ઓખા, ભાવનગર આવતી-જતી ટ્રેન પણ આજ સાંજથી બંધ કરાઈ છે. ગાંધીધામ અને ભૂજ આવતી-જતી ટ્રેનો પણ બંધ કરવામાં આવનાર છે. વાવાઝોડાના પગલે ભૂજ-ગાંધીધામની ટ્રેન સેવા 6 વાગ્યાથી બંધ કરાઈ. 14મી સુધી સેવા બંધ રહેશે. ભૂજ-ગાંધીધામ આવતી ટ્રેનો 6 વાગ્યા બાદ જે-તે સ્ટેશન પર જ ટૂંકાવી દેવાશે. 6 વાગ્યા બાદ અહીંથી એકપણ ટ્રેન ઉપડશે નહીં. સૌરાષ્ટ્ર કચ્છની 21 ટ્રેનોને પણ થઈ અસર. સૌરાષ્ટ્ર તરફ આવતી 21 જેટલી ટ્રેન રદ કરવામાં આવી.


ભયાનક ‘વાયુ’ના લેટેસ્ટ અપડેટ : આજે મધ્યરાત્રે 3 વાગ્યે ટકરાશે વાવાઝોડું, વેરાવળથી માત્ર 320 કિમી દૂર


CycloneVayu : વેરાવળ, વલસાડ, દ્વારકામાં દરિયાના મોજા બન્યા શક્તિશાળી, જુઓ શું થયું


કઈ કઈ ટ્રેન કેન્સલ થઈ


  • 12 જૂન


આજની ટ્રેન નંબર 19252, 59421, 59207 અને 59208, 52933, 52949, 59230, 52951 અને 52956 કેન્સલ કરાઈ છે. 


ટ્રેન નંબર 11464, 19119 અને 59297ને આગમચેતીના ભાગરૂપે શોર્ટ ટર્મિનેટ કરાઈ.


  • 13 જૂન


આવતીકાલે ટ્રેન નંબર 59507, 59508, 19571, 19572, 59297, 59298, 59212, 59214, 59216, 59206 રદ્દ કરાઈ 


ટ્રેન નંબર 12906, 19269, 19262, 19015, 19215ને સાવચેતીના ભાગરૂપે ટર્મિનેટ કરાઈ