ઉદય રંજન/અમદાવાદઃ શહેરમાં અસામાજીક તત્વોનો આતંક વધી રહ્યો છે. વેજલપુર વિસ્તારમાં બાઈક ધીામે ચલાવવા બાબતે સામાન્ય બોલાચાલીમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે. હત્યાના ગુનાની તપાસ કરતા પોલીસે બે સગીર ભાઈઓ વિરુધ્ધ કાયદેસરના પગલા લીધા છે.  જોકે હવે પોલીસ આરોપીને સગીર હોવાનો લાભ ન મળે તે માટે તેમની માનશિકતા પુખ્ત છે તેનો રિપોર્ટ મેળવી સગીરો વિરુધ્ધ કડક કાયદાકિય પગલા લેવાય તે રીતે કાર્યવાહી કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલા સોનલ સિનેમા રોડ પર ગત મોડી રાતે એક યુવકની છરીના ઘા મારી હત્યા નિપજાવવામાં આવી હતી. મોહમ્મદ સિદ્દીક, મોહમમ્દ સલીમ પઠાણ કે જે મુસ્તકીમ રો હાઉસ ખાતે રહે છે. પરંતુ મોડી રાતે તે બાઈક લઈને સોનલ સિનેમા પાસે ગયો હતો. જોકે રોડ ક્રોસ કરતા એક સગીર વચ્ચે આવતા બાઈક સ્લિપ થઈ ગયુ હતું. ત્યારબાદ સગીર સાથે સિદ્દીકની માથાકુટ થઈ હતી. તે સમયે સગીરે પોતાના ભાઈને બોલાવ્યો અને તેણે આવી સિદ્દીકને છરીના 3 ઘા માર્યા જેમાં સિદ્દીકનુ મોત નિપજ્યુ હતુ.


હત્યાની જાણ થતા વેજલપુર પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં બે સગીર ભાઈઓના નામ સામે આવ્યા જેને લઈ પોલીસે બન્ને ભાઈઓ વિરુધ્ધ કાયદાકિય પગલા લીધા છે. જોકે તપાસ દરમિયાન બે સગીર ભાઈઓમાથી એક ભાઈ અગાઉ ચોરી, મારામારી સહિતના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. જો કે હવે સગીર હત્યાના ગુનામાં સંડોવાયો છે. જેથી પોલીસ વધુ પુરાવા એકઠા કરી આરોપી વિરુધ્ધ તજવીજ હાથ ધરી છે. 


Corona Update: રાજ્યમાં નવા 1078 કેસ, 23 મૃત્યુ, રાજ્યનો રિકવરી રેટ 73.99%


સામાન્ય રીતે ગુનો કરનાર સગીર હોય છે તો તેને. કાયદાની છુટછાટનો લાભ મળે છે. જેથી પોલીસ આવા ગંભીર ગુનામાં આરોપીની માનસિક સ્થિતીની તપાસ કરાવી છે. સગીર વિરુધ્ધ પુખ્ત આરોપીની માફક જ કેસ ચલાવશે જેથી આરોપીને કાયદાનો લાભ ન મળે. ત્યારે જોવું એ રહ્યું કે આખરે આરોપી વિરુધ્ધ કેવા પગલા લેવાય છે.


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube