Corona Update: રાજ્યમાં નવા 1078 કેસ, 23 મૃત્યુ, રાજ્યનો રિકવરી રેટ 73.99%

રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 66777 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 23 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 2557 પર પહોંચી ગયો છે. 
 

Corona Update: રાજ્યમાં નવા 1078 કેસ, 23 મૃત્યુ, રાજ્યનો રિકવરી રેટ 73.99%

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસનો કેર યથાવત છે. છેલ્લા ઘણા દિવસથી દરરોજ 1 હજારથી પણ વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના નવા 1078 કેસ નોંધાયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 66777 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 23 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 2557 પર પહોંચી ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 1046 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. આમ અત્યાર સુધી 49405 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ચુક્યા છે. 

છેલ્લા 24 કલાકમાં થયેલાં મૃત્યુની વિગતો
રાજ્યમાં કોરોનાના કેસની સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વધુ 24 લોકોના મૃત્યુ થયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 6 લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદ શહેરમાં 5, રાજકોટ જિલ્લામાં પાંચ લોકોના મૃત્યુ થયા છે. તો જુનાગઢ અને વડોદરામાં બે-બે તથાવ ગાંધીનગર, જામનગર અને પાટણમાં એક-એક વ્યક્તિના મૃત્યુ થયા છે. 

નવા કેસની વિગત
છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 187, અમદાવાદ શહેરમાં 143, વડોદરા શહેરમાં 98, રાજકોટ શહેરમાં 60, જામનગર શહેરમાં 45, સુરત ગ્રામ્યમાં 50, અમરેલીમાં 30, કચ્છમાં 27, ભાવનગરમાં 26, મહેસાણામાં 24, મોરબીમાં 24, સુરેન્દ્રનગરમાં 22, ભરૂચ અને ભાવનગર ગ્રામ્યમાં 21-21 તથા જુનાગઢ શહેરમાં 20 કેસ નોંધાયા છે. 

રાજ્યનો રિકવરી રેટ 74 ટકા
ગુજરાતમાં આજની તારીખે કોરોનાની સ્થિતિની વાત કરવામાં આવે તો એક્ટિવ કેસની સંખ્યા 14815 છે. જેમાં 76 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો અત્યાર સુધી સારવાર બાદ 49405 લોકો ડિસ્ચાર્જ થયા છે. આમ રાજ્યનો રિકવરી રેટ 73.90 ટકા છે. 

છેલ્લા 24 કલાકમાં 24 હજારથી વધુ ટેસ્ટ
ગુજરાતમાં હવે ટેસ્ટિંગની સંખ્યા વધારી દેવામાં આવી છે. જેથી કેસોની સંખ્યા પણ વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 24 હજાર 374 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં 8 લાખ 79 હજાર 213 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો રાજ્યમાં આજની તારીખે 5 લાખ 2 હજાર 907 લોકો ક્વોરેન્ટાઈન છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news