સાવધાન! આંખના પલકારામાં તમારો મોબાઈલ થઈ જશે છૂ, નવસારીમાં ચોરી કરતી ટોળકી ઝડપાઈ
નવસારી શહેરમાં વધેલા મોબાઈલ ચોરીના ગુનાઓ શોધવા માટે નવસારી પોલીસ સક્રિય બની હતી. જેમાં નવસારી ટાઉન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, મોબાઈલ ચોરીમાં સંડોવાયેલો એક યુવાન શહીદ ચોક વિસ્તારમાં ફરી રહ્યો છે.
ધવલ પરીખ/નવસારી: મોબાઈલ ચોરતી દંતાણી ટોળકીના બે સગા ભાઈઓને નવસારી ટાઉન પોલીસે શહીદ ચોક પાસેથી ઝડપી પાડી નવસારીમાં મોબાઈલ ચોરીના ત્રણ ગુનાઓ ઉકેલી કાઢ્યા છે. જયારે ચોરીના કુલ 7 મોબાઈલ કબજે કરીને અન્ય એકને વોન્ટેડ જાહેર કરી તપાસને વેગ આપ્યો છે.
ચંદ્રની સપાટીને સ્પર્શતા પહેલા કેવો હતો નજારો, ચંદ્રયાન-3 એ મોકલ્યો લેટેસ્ટ વીડિયો
નવસારી શહેરમાં વધેલા મોબાઈલ ચોરીના ગુનાઓ શોધવા માટે નવસારી પોલીસ સક્રિય બની હતી. જેમાં નવસારી ટાઉન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, મોબાઈલ ચોરીમાં સંડોવાયેલો એક યુવાન શહીદ ચોક વિસ્તારમાં ફરી રહ્યો છે. જેથી પોલીસે શહીદ ચોક પાસે ફિલ્ડીંગ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો યુવાન આવતા જ પોલીસે તેને દબોચી લીધો હતો.
ગુજરાતી ફિલ્મોનો ડંકો વાગ્યો: વિશ્વ ગુજરાતી ભાષા દિવસે આ 4 ફિલ્મોને એનાયત થયા એવોર્ડ
પોલીસ પૂછપરછમાં પકડાયેલા મોબાઈલ ચોરે પોતાનું નામ રણજીત નટવર દંતાણી (20) હોવાનું જણાવ્યું હતું અને રણજીત તેના બે ભાઈઓ પ્રહલાદ અને રવિ સાથે મળીને મોબાઈલ ચોરી કરતો હતો. જયારે મોબાઈલ ચોર્યા બાદ ક્યારેક રવિ તો ક્યારેક પ્રહલાદ મોબાઈલ વેચી દેતા હતા. જેથી પોલીસે રણજીતની મદદથી રવિ દંતાણીને પકડી પાડ્યો હતો. જોકે પ્રહલાદ પોલીસને હાથે આવતા રહી ગયો હતો. પોલીસે આરોપી રણજીત દંતાણી અને રવિ દંતાણીની ધરપકડ કરી, ચોરીના 7 મોબાઈલ ફોન કબજે કર્યા હતા. સાથે જ આરોપી પ્રહલાદને વોન્ટેડ જાહેર કરી, તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ભગવાન સાથે ભક્તએ કરી મજાક! દાન પેટીમાં નાખ્યો 100 કરોડનો ચેક, પરંતુ ખાતામાં હતા...
પડાયેલા દંતાણી ભાઈઓ અનાથ છે અને નવસારીના શહીદ ચોક પાસે આવેલ દિલખુશ હોટલના ઓટલા ઉપર રહેતા હતા. જેમાં રવિ દંતાણી વિજલપોરમાં પોતાની પ્રેમિકા સાથે રહે છે. જયારે શહેરના રામજી મંદિરમાં જમી લે છે. દંતાણી ભાઈઓ રાત્રી દરમિયાન શહેર અને નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં ફરે છે અને ત્યાં પડાવમાં કે કોઈક જગ્યાએ ખુલ્લામાં રહેતા મજૂરો પાસેના મોબાઈલ ફોન ચોરી લેતા હતા.
સોશિયલ મીડિયાથી દૂર રહેજો! આ જિલ્લામાં છેલ્લા 10 મહિનામાં 63 લાખનું ચિટિંગ, તો...
જેને બાદમાં રવિ અથવા પ્રહલાદ બંને વેચી દેતા હતા. જેમાં વોન્ટેડ આરોપી પ્રહલાદ સામે આગળ મારામારી અને ચોરીના 3 થી વધુ ગુનાઓમાં જેલની હવા પણ ખાઈ ચુક્યો છે.
ફરી સુરતના વિસ્પી ખરાડીએ બનાવ્યો ગીનીસ રેકોર્ડ, 1 મિનિટમાં 24 સળિયા માથેથી વાળ્યા!