Chandrayaan-3 New Video: ચંદ્રની સપાટીને સ્પર્શતા પહેલા કેવો હતો નજારો, ચંદ્રયાન-3 એ મોકલ્યો લેટેસ્ટ વીડિયો
Chandrayaan-3 Latest Update: લેન્ડિંગનો એક વીડિયો ઈસરોએ બહાર પાડ્યો છે. આ એ ઘટનાનો વીડિયો છે જ્યારે ચંદ્રયાન 3 સોફ્ટ લેન્ડિંગ કરી રહ્યું હતું. તે સમયે લેન્ડર ઈમેજર કેમેરાએ ટચડાઉન પહેલા ચંદ્રમાની તસવીર ખેંચી છે. આ વીડિયો ઈસરોએ ટ્વીટ કર્યો છે.
Trending Photos
Chandrayaan-3 Latest Update: 23 ઓગસ્ટ 2023ના રોજ બુધવારે સાંજે 6 વાગે આખો દેશ ટીવી પર આંખો જમાવીને બેઠો હતો. જેમ જેમ ચંદ્રમા 3નું વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટીની નજીક આવી રહ્યું હતું કે લોકોના હ્રદયના ધબકારા વધી રહ્યા હતા. જેમ જેમ ચંદ્રયાન એક એક કરીને દરેક તબક્કાને પાર કરી રહ્યું હતું રોમાંચ વધી રહ્યો હતો. 6.04 વાગે ચંદ્રયાન 3 એ એ કરી બતાવ્યું જે આજસુધીના ઈતિહાસમાં કોઈ પણ અન્ય દેશ કરી શક્યો નહતો.
ઈસરોએ બહાર પાડ્યો વીડિયો
હવે આ લેન્ડિંગનો એક વીડિયો ઈસરોએ બહાર પાડ્યો છે. આ એ ઘટનાનો વીડિયો છે જ્યારે ચંદ્રયાન 3 સોફ્ટ લેન્ડિંગ કરી રહ્યું હતું. તે સમયે લેન્ડર ઈમેજર કેમેરાએ ટચડાઉન પહેલા ચંદ્રમાની તસવીર ખેંચી છે. આ વીડિયો ઈસરોએ ટ્વીટ કર્યો છે. આ વીડિયોની કેપ્શનમાં ઈસરોએ લખ્યું છે કે ટચડાઉન પહેલા લેન્ડર ઈમેજર કેમેરાએ ચંદ્રની તસવીર ખેંચી. આ વીડિયોમાં ચંદ્રની પથરાળ જમીન સ્પષ્ટ જોવા મળી રહી છે.
ઈસરોના અધિકારીઓના જણાવ્યાં મુજબ લેન્ડિંગ માટે લગભગ 30 કિલોમીટરની ઊંચાઈ પર લેન્ડર પાવર બ્રેકિંગ ફેઝમાં વધે છે. ધીરે ધીરે ઝડપ ઓછી કરીને ચંદ્રમાની સપાટી સુધી પહોંચવા માટે પોતાના ચાર થ્રસ્ટર એન્જિનની રેટ્રો ફાયરિંગ કરીને તેનો ઉપયોગ કરવાનો શરૂ કરી દે છે. તેમણે જણાવ્યું કે એવું સુનિશ્ચિત કરવામાં આવે છે કે ચંદ્રમાના ગુરુત્વાકર્ષણના પ્રભાવના કારણે લેન્ડર ક્રેશ ન થાય.
Here is how the Lander Imager Camera captured the moon's image just prior to touchdown. pic.twitter.com/PseUAxAB6G
— ISRO (@isro) August 24, 2023
અધિકારીઓના જણાવ્યાં મુજબ 6.8 મીટરની ઊંચાઈ પર પહોંચવા પર ફક્ત 2 એન્જિનનો ઉપયોગ થયો. બાકીના બે એન્જિન બંધ કરી દેવાયા. જેનો હેતુ સપાટીની વધુ નજીક આવવા દરમિયાન લેન્ડરને રિવર્સ થ્રસ્ટ આપવાનો હતો.
અધિકારીઓએ જણાવ્યું કે લગભગ 150થી 100 મીટરની ઊંચાઈ પર પહોંચવા પર લેન્ડરે પોતાના સેન્સર અને કેમેરાનો ઉપયોગ કરીને સપાટીની તપાસ કરી કે કોઈ વિધ્ન નથી અને પછી સોફ્ટ લેન્ડિંગ કરવા માટે નીચે ઊતરવાનું શરૂ કરી દીધુ હતું. અધિકારીઓના જણાવ્યાં મુજબ સોફ્ટ લેન્ડિંગ બાદ રોવર પોતાની એક સાઈડ પેનલનો ઉપયોગ કરીને લેન્ડરની અંદરથી ચંદ્રમાની સપાટી પર ઉતર્યું. જે રેમ્પ સ્વરૂપે ઉપયોગમાં લેવાયું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે