રવિ અગ્રવાલ, વડોદરાઃ રાજ્યમાં ભારે વરસાદી માહોલ જામ્યો છે. તો હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં વરસાદ પડ્યો છે. તો આજે સવારે 6 કલાકથી 10 કલાક સુધીમાં 185 તાલુકામાં મેઘરાજાની પધરામણી થઈ છે. ભારે વરસાદને કારણે વહીવટી તંત્ર પણ એલર્ટ પર છે. ગુજરાતમાં જુદી-જુદી 13 જગ્યાએ એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં એનડીઆરએફની 13 ટીમ તૈનાત
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં સતત વરસાદી માહોલ છવાયેલો છે. ભારે વરસાદને કારણે કોઈ મુશ્કેલી ન પડે તે માટે એનડીઆરએફની 13 ટીમ તૈનાત કરવામાં આવી છે. વ઼ડોદરાના જરોદ સ્થિત આવેલા એનડીઆરએફ હેડ ક્વાર્ટરથી રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં ટીમ મોકલવામાં આવી છે. જેમાં ભરૂચ, સુરત, દેવભૂમિ દ્વારકા, ભુજ, નવસારી, ગીર સોમનાથ, મોરબી, દાહોદ અને ગાંધીનગરમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. 


સરદાર સરોવર ડેમની સપાટી 131.04 મીટર,  ત્રણ જિલ્લાના 52 ગામો એલર્ટ જાહેર કરાયા


ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ બંધ
રાજ્યમાં વરસાદને પગલે અનેક રસ્તાઓ બંધ થયા છે. સરકારની માહિતી પ્રમાણે રાજ્યમાં કુલ 149 રસ્તાઓ બંધ કરવામાં આવી છે. કચ્છમાં એક નેશનલ હાઈવે પણ બંધ કરવામાં આવ્યો છે. તો રાજ્યના 21 હાઈવે પણ બંધ છે. કચ્છમાં આ વર્ષે સીઝનનો 238 ટકા વરસાદ થયો છે. તો અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે. 


રાજ્યમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં આજે રવિવાર અને સોમવારે મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદના પગલે રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો છેલ્લા ઘણા દિવસથી સતત થઈ રહેલા વરસાદને પગલે રાજ્યમાં અનેક નદી, તળાવો અને ડેમો છલી ગયા છે. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube