સરદાર સરોવર ડેમની સપાટી 131.04 મીટર, ત્રણ જિલ્લાના 52 ગામો એલર્ટ જાહેર કરાયા


ભારે વરસાદને કારણે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. તેને જોતા વહીવટી તંત્ર પણ એલર્ટ છે.
 

સરદાર સરોવર ડેમની સપાટી 131.04 મીટર,  ત્રણ જિલ્લાના 52 ગામો એલર્ટ જાહેર કરાયા

નર્મદા/ભરૂચઃ રાજ્યમાં વરસાદી સીઝન અને ઉપરવાસમાં થઈ રહેલા વરસાદને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ ડેમની સપાટી 131.04 મીટર પર પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી 10 લાખ 15 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. તો ડેમના 23 દરવાજા માંથી 8,13,599 હજાર ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે. 

52 ગામોને એલર્ટ, NDRFની ટીમ તૈનાત
ભારે વરસાદને કારણે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. તેને જોતા વહીવટી તંત્ર પણ એલર્ટ છે. ડેમના 23 દરવાજા ખોલવામાં આવતા ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના નદી કાંઠાના 52 ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. તો વડોદરા અને ભરૂચમાં એનડીઆરએફની એક ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. 

ભરૂચનો ગોલ્ડન બ્રિજ ભયજનક સપાટીથી થોડો દૂર
સરદાર સરોવર ડેમમાં સતત નવા પાણીની આવક થતાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. જેથી ભરૂચનો ગોલ્ડન બ્રિજ ભયજનક સપાટીથી માત્ર એક ફુટ દૂર છે. વોર્નિંગ લેવલ વટાવી બ્રિજની સપાટી 22.95 ફુટ છે. આ પરિસ્થિતિને જોતા 3 તાલુકામાંથી 2030 લોકોનું સ્થાળાંતર કરવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news