ઉદય રંજન/અમદાવાદ: નારોલમાં ટ્રાન્સપોર્ટના વેપારી પાસેથી કરોડોના વ્યાજની પઠાણી ઉઘરાણી કેસમાં EOWએ વધુ 2 આરોપીની ધરપકડ કરી છે. મિત્ર પાસેથી પૈસા પડાવવા અને વ્યાજખોર પાસેથી કમિશનની લાલચમાં આરોપીએ વેપારીને વ્યજખોરના ચુગલમાં ફસાવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. અત્યાર સુધીમાં કુલ 11 આરોપીની ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિસ્તારોમાં આગામી ત્રણ કલાકમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, 3 વરસાદી સિસ્ટમ સક્રિય


અમદાવાદમાં નારોલ વિસ્તારમાં રહેતા અને ટ્રાન્સપોર્ટના વેપારી કમલ ડોગરાને વ્યાજખોરના ચૂંગલમાં ફસાવનાર મિત્ર ફાલ્ગુન મહેતા અને રઘુવીરસિંહ ચંદ્રાવંશીની આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરી છે. આરોપી ફરિયાદ બાદ દ્વારકા, ગીર, મુંબઈ અને બેગલોર નાસતો ફરતો હતો. EOWએ બાતમીના આધારે આરોપીને ઝડપી લીધો હતો. વેપારી કમલ ડોગરાને કોરોના સમયમાં ધંધામા નુકસાન થતા મિત્ર ફાલ્ગુન મહેતાનો સંપર્ક કર્યો હતો.


ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીની સજા પર કેમ ના આપ્યો સ્ટે, હાઈકોર્ટના જજે આપ્યા આ કારણ


ફાલ્ગુન મહેતાએ વ્યાજે રૂપિયાનુ આપવાનું કહીને વ્યજખોર ધર્મેશ પટેલ, લાલભાઈ, રઘુવીરસિંહ, ચિરાગ શાહ, પરીક્ષિત દવે, વંદન પટેલ સાથે પરિચય કરાવ્યો અને તમામ લોકોએ તેમના અલગ અલગ બેન્ક એકાઉન્ટમાંથી વેપારી કમલભાઈની અલગ અલગ કંપનીઓના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. વેપારીને વ્યાજખોરોએ 7.71 કરોડથી વધુની રકમ 9 ટકા વ્યાજે આપવાનું પણ નક્કી કર્યું હતું. 


અમદાવાદથી જોધપુર માત્ર 6 કલાકમાં : PM ગુજરાતને આપશે ભેટ, જાણી લો કેટલા રૂપિયા ખર્ચાશ


જોકે વેપારીને આપેલી રકમ બેંકના માધ્યમથી આપવામાં આવી હતી, જે વેપારીએ સાડા સાત કરોડની સામે 11 કરોડ જેટલી રકમ બેન્કનાં માધ્યમથી પરત કરી દીધી હતી. તેમ છતા ફાલ્ગુન મહેતા અને ધર્મશે પટેલ વેપારીની ઓફિસથી બેંકની ચેકબુક, 7 કરોડની લીમ્બોર્ગી કાર, અને 1 કરોડની મર્સિડિઝ અને ફોરચ્યુંનર કાર પડાવી હતી. આરોપી ફાલ્ગુન મહેતા વેપારીના પરિવાર નું અપહરણ ની ધમકી આપીને મિલકત પડાવતા વેપારીએ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.


ગામમાં ગંદકીનો દંડ ઉઘરાવતી મનપાની હોસ્પિટલમાં જ છે આખા શહેરના મચ્છરોનું એપી સેન્ટર


પકડાયેલ આરોપી ફાલ્ગુન મહેતા મુખ્ય સૂત્રધાર છે. વેપારી કમલ ડોગરાનો મિત્ર હતો. પરંતુ પૈસાની લાલચમાં મિત્રમાંથી શત્રુ બન્યો. ફાલ્ગુન મહેતાએ 6થી વધુ વ્યાજખોર પાસેથી વેપારીને 9 ટકાના વ્યાજે પૈસા અપાવ્યા હતા. જેના વ્યાજમાં આરોપીને કમિશન પણ મળતું હતું.. આરોપીએ લકઝરીયસ કાર પડાવ્યા બાદ વેપારીની મિલકત પર નજર હતી. જેથી વેપારીને બેંકોમાં મોર્ગેજ મિલકત પચાવવા અને પોતાની પત્નીના નામે મિલકત કરાવવા રજિસ્ટ્રાર ઓફિસ માંથી ટોકન લીધું અને વેપારીને વ્યાજના ખપ્પરમાં ફસાવીને પાયમાલ કરી દીધેલ હતા. આ કેસમાં 11 વ્યજખોર વિરુદ્ધ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.


Jioની આ લોકપ્રિય એપ થઈ બંધ! હવે પ્રીપેડ અને પોસ્ટપેડ રિચાર્જ પર નહીં મળે આ ફાયદા


અગાઉ નારોલ પોલીસે અગાઉ વ્યજખોર ધર્મેશ પટેલ અને તેના પુત્ર પ્રેમ સહિત 8ની ધરપકડ કરી હતી. પરંતુ ફાલ્ગુન મહેતા ફરાર હતો. EOW ને તપાસ સોંપ્યા બાદ ફાલ્ગુન મહેતા, વિક્રમ ભરવાડ અને રઘુવીરસિંહ ચંદ્રાવંશીની ધરપકડ કરીને 11 આરોપીને ઝડપી લીધા છે. પરંતુ હજુ પણ વ્યાજના નેટવર્કમાં 7 આરોપીઓ વોન્ટેડ છે જેની શોધખોળ શરૂ કરાઇ છે. આ ઉપરાંત વ્યજખોર પાસેથી મળેલા દસ્તાવેજને લઈને તપાસ શરૂ કરી.


ગુજરાતમા પાટીલનુ સપનુ તોડવાની ગોહિલની તૈયારી, ભાજપનો ચક્રવ્યૂહ તોડવા બનાવ્યો આ પ્લાન