Jioની આ લોકપ્રિય એપ થઈ બંધ! હવે પ્રીપેડ અને પોસ્ટપેડ રિચાર્જ પર નહીં મળે આ ફાયદા

જિયો સિક્યુરિટી એપ બંધ કરવામાં આવી છે. તેને પ્રી-પેડ અને પોસ્ટપેડ યુઝર્સ માટે હટાવી દેવામાં આવી છે. જાણો આની સામાન્ય માણસ પર શું અસર થશે?

Jioની આ લોકપ્રિય એપ થઈ બંધ! હવે પ્રીપેડ અને પોસ્ટપેડ રિચાર્જ પર નહીં મળે આ ફાયદા

Jio એ તેની એક સર્વિસ ગુપ્ત રીતે બંધ કરી દીધી છે. Jio એ મોબાઈલ સિક્યોરિટી એપ JioSecurity હટાવી દીધી છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી જિયો સિક્યોરિટી એપ પોસ્ટપેડ અને પ્રીપેડ યુઝર્સ માટે ફ્રીમાં ઉપલબ્ધ હતી. જોકે, હવે પોસ્ટપેડ અને પ્રીપેડ યુઝર્સ માટે Jio સિક્યુરિટી એપ હટાવી દેવામાં આવી છે. આ એપને Jio વેબસાઇટ પરથી પણ હટાવી દેવામાં આવી છે.

જિયો સિક્યોરિટી એપ શું છે?
Jioના નિવેદન અનુસાર, JioSecurity એક મોબાઈલ એન્ટીવાયરસ છે, જે એન્ડ્રોઈડ અને iOS યુઝર્સ માટે ઉપલબ્ધ છે. આ સિક્યોરિટી ફીચરમાં ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે, તેમાં સિક્યોરિટી, ફાઈન્ડ માય ફોન, ડિવાઈસ રિકવરી જેવા ફીચર્સ સામેલ છે.

Jio Security - How to Download and Activate Jio Security App on Mobile |  Reliance Jio - YouTube

Jio Security એપ 
ETના રિપોર્ટ અનુસાર, Google Play Store પરથી જિયો સિક્યોરિટીને સંપૂર્ણપણે હટાવી દેવામાં આવી છે. એપલ પ્લે સ્ટોર્સમાંથી મોબાઇલ એન્ટિવાયરસ એપ દૂર કરવામાં આવશે. મતલબ કે યુઝર્સ જીઓસિક્યોરિટી એપનો મફતમાં ઉપયોગ કરી શકાશે નહીં. જો કે, તેને પેઇડ વર્ઝનમાં લાવવામાં આવશે કે નહીં? હાલમાં આ અંગે કોઈ માહિતી ઉપલબ્ધ નથી.

Jio Security App કેવી રીતે કામ કરે છે?
ટેલિકોમ રિપોર્ટ અનુસાર, JioSecurity એપનું કામ Jio યૂઝર્સને કોઈપણ સાયબર એટેક કે અન્ય ગતિવિધિઓ વિશે એલર્ટ કરવાનું છે. મતલબ કે જો તમારું Wi-Fi અસુરક્ષિત છે, તો JioSecurity તમને તેના વિશે ચેતવણી આપે છે. તે જ રીતે જો તમારા ડિવાઈસ પર સાયબર હુમલાનો ખતરો વધે તો પણ JioSecurity એપ એક્ટીવ થઈ જાય છે.

આ પણ વાંચો:
સંભાળીને રહેજો...અતિ ભારે વરસાદની આગાહી, આજે આ વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ
આ વસ્તુની ખેતીથી કરી શકો છો કરોડોની કમાણી! જાણો કઈ વાતનું રાખવું પડશે ધ્યાન

એક મહિના સુધી બે હાથે રુપિયા ભેગા કરશે આ રાશિના લોકો, રોકાણથી થશે જબરદસ્ત ફાયદો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news