ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાંજાની હેરાફેરી કરનારા બે યુવકો ઝડપાયા છે. ચાંદખેડા પોલીસ વાહન ચેકિંગની કામગીરી કરી રહી હતી તે દરમિયાન એક સ્કૂટર ઉપર પસાર થતાં બે શંકાસ્પદ યુવકોને રોકવામાં આવ્યા હતા. જે યુવકોની પાસે રહેલા થેલામાં પોલીસે તપાસ કરતા ગાંજાના છોડ મળી આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાવ પેટાચૂંટણી પહેલા ભાજપમાં ભડકો! માવજી પટેલ સહિત 4 ચૌધરી પટેલ પક્ષમાંથી સસ્પેન્ડ


આ મામલે ચાંદખેડા પોલીસે 14 કિલો 250 ગ્રામ જેટલો ગાંગાનો જથ્થો કબજે કરી ચાંદખેડા પોલીસ મથકે ગુનો દાખલ કર્યો હતો. ગાંજા સાથે ઝડપાયેલા કિશનલાલ રેગર તેમજ કમલેશ રેગર નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓની પૂછપરત કરતા સામે આવ્યું કે કિશન રેગર રાજસ્થાનથી લક્ષ્મણ સાલવી નામના શખ્સ પાસેથી આ ગાંજાનો જથ્થો લાવ્યો હતો. તે રાજસ્થાનથી ટ્રકમાં બેસી આ ગાંજો અમદાવાદ લાવ્યો હતો અને કમલેશ તેને લેવા ગયો હતો.


'માવજી પટેલથી ભાજપને કોઈ જ ફેર નહિ પડે, ભાજપના ઉમેદવાર જંગી મતોથી વિજય થશે' 


ઝડપાયેલો ગાંજો અમદાવાદમાં પ્રવીણ નામના એક વ્યક્તિને પહોંચાડવાનો હતો. આરોપીઓમાં કિશન રેગર અગાઉ માધુપુરામાં વાહનચોરીના ગુનામાં પણ પકડાઈ ચૂક્યો હોય તેવામાં ચાંદખેડા પોલીસે ગાંજાનો જથ્થો અને બે મોબાઈલ ફોન તેમજ સ્કૂટર સહિત 1.72 લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે. જોકે આ ગાંજો આપનાર અને મંગાવનાર બંનેના ઝડપાયા બાદ અનેક ખુલાસાઓ થઈ શકે છે. 


ગુજરાતના આ જિલ્લામાં 40 શિશુઓના મોતથી હડકંપ; બાળ મરણ રોકવા તંત્ર કામે લાગ્યું!