વાવ પેટાચૂંટણી પહેલા ભાજપમાં ભડકો! માવજી પટેલ સહિત 4 ચૌધરી પટેલ પક્ષમાંથી સસ્પેન્ડ, મોટી કાર્યવાહી
ભાજપે માવજી પટેલને સસ્પેન્ડ કરતા માવજી પટેલે કહ્યું કે સવાલ જ નથી, ભાજપમાં મારી પાસે કોઈ હોદ્દો નથી કે કોઈ પદ નથી એ એમની રીતે જે કરતા હોય એ કરે, મારી પ્રજા મને સસ્પેન્ડ કરે તો હું સસ્પેન્ડ થાઉં. બાકી પ્રજા મને જીતાડે તો મને કોઈ સસ્પેન્ડ કરી શકતું નથી.
Trending Photos
અલકેશ રાવ/બનાસકાંઠા: ભાજપ સાથે છેડો ફાડી વાવ વિધાનસભામાં અપક્ષ ચૂંટણી લડનાર માવજી પટેલને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ભાજપ દ્વારા સસ્પેન્ડ કરી દેવાયા છે તો સાથે-સાથે ભાજપમાં રહી માવજી પટેલને સમર્થન આપનાર અન્ય ચાર લોકોને પણ ભાજપે સસ્પેન્ડ કરી દેતા ખળભળાટ મચી ગયો છે.
ભાજપે માવજી પટેલને સસ્પેન્ડ કરતા માવજી પટેલે કહ્યું કે સવાલ જ નથી, ભાજપમાં મારી પાસે કોઈ હોદ્દો નથી કે કોઈ પદ નથી એ એમની રીતે જે કરતા હોય એ કરે, મારી પ્રજા મને સસ્પેન્ડ કરે તો હું સસ્પેન્ડ થાઉં. બાકી પ્રજા મને જીતાડે તો મને કોઈ સસ્પેન્ડ કરી શકતું નથી.
જોકે અન્ય 4 ચૉધરી પટેલોને પણ ભાજપે સસ્પેન્ડ કરતા માવજી પટેલે કહ્યું કે ભાજપ જાણે અમે ભોગવશે. જે કર્યું એના કર્મોના ફળ ભોગવશે, જે વવાશે એ લણશે, એમને જે કર્યું તે એ ભોગવશે જ પ્રજા મારી સાથે છે મારી જીત ચોક્કસ થશે.
ભાજપ દ્વારા સસ્પેન્ડ થનાર લોકો
- માવજી પટેલ-અપક્ષ ઉમેદવાર અને બનાસબેન્ક ડિરેક્ટર
- લાલજી પટેલ-પૂર્વ ચેરમેન ભાભર માર્કેટયાર્ડ
- દેવજી પટેલ-પૂર્વ ચેરમેન જિલ્લા ખરીદ વેચાણ સંઘ
- દલરામ પટેલ-ચેરમેન માર્કેટયાર્ડ ભાભર
- જામાંભાઈ પટેલ-પૂર્વ મહામંત્રી સુઇગામ તાલુકા ભાજપ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે