રાજકોટ: જામકંડોરણાના ગામોએ લોકો સમક્ષ ઉદાહરણ પૂરું પાડ્યું, રસીના બંને ડોઝ લેવા સાથે જિલ્લામાં અગ્રસર
કોરોના સામે રક્ષણ માટે રસીકરણ સૌથી કારગર ઉપાય છે. ત્યારે રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ગામોએ રસી લેવામાં ઉત્સાહ દેખાડીને લોકોને ઉદાહરણ પૂરું પાડ્યું છે
ગૈરવ દવે/ રાજકોટ: કોરોના સામે રક્ષણ માટે રસીકરણ સૌથી કારગર ઉપાય છે. ત્યારે રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ગામોએ રસી લેવામાં ઉત્સાહ દેખાડીને લોકોને ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઘણા ગામોમાં 100 % રસીકરણ અને અન્ય ગામોમાં 80 % રસીકરણ સાથે લોકો પોતાની જાતને કોરોના સામે મહંદ અંશે સુરક્ષિત કર્યા છે અને અન્ય લોકોને પણ રસી લેવા માટે અપીલ કરી રહ્યા છે.
રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકો કે જેના લોકોએ અન્ય લોકોને પણ જાહેર સંદેશ આપી રહ્યા છે કે, કોરોના સામે રક્ષણ મેળવા માટે કોરોનાની રસી લેવી જરૂરી છે. જામકંડોરણા તાલુકાના 50 જેટલા ગામોમાં જયારે કોરોનાની રસી આપવાની શરૂઆત થઇ ત્યારે અનેક માન્યતા અને અંધ શ્રદ્ધા ચાલતી હતી. ત્યારે ગામ આગેવાનો અને આરોગ્ય તંત્ર દ્વારા લોકોને ઘરે ઘરે જઈને રસી અંગે જગૃતા ફેલાવવામાં આવી અને હાલ, તાલુકાના મોટાંભાગના ગામોમાં રસીના બંને ડોઝ સાથે જિલ્લામાં રસી લેવામાં અગ્રસર છે.
આ પણ વાંચો:- રાજકોટ : મેડિકલના વિદ્યાર્થીઓની કારનું અકસ્માત પડીકુ વળી ગયું, 3 ના મૃતદેહ કાર તોડી બહાર કઢાયા
જામકંડોરણા તાલુકાના 4 ગામો જેવા કે નાના દુધીવદર, નવા માત્રાવડ, થોરાળા, જામ દાદર ગામો સહિતના ગામોમાં કોરોનાની રસીના ડોઝ 100 % લોકોને આપી દેવામાં આવ્યા છે, જયારે અન્ય બીજા ગામો છે ત્યા કોરોનાની રસીના ડોઝ 80 % આપી દેવામાં આવ્યા છે અને હજુ પણ રસીકરણ ચાલુ છે. રસીની અસરકારકતા અંગે જણાવતા આરોગ્ય અધિકારી જણાવે છે કે જો રસી લેવાઈ ગઇ હોય તો લોકોએ કોરોનાથી ડરવાની જરૂર નથી. કારણકે કે, કોરોનાની રસીના બે ડોઝ કોરોના સામે પૂરતું રક્ષણ આપે છે અને જો કોરોનાથી સંક્રમિત થાય તો તેને ખુબજ ઓછી અસર થાય છે માટે આરોગ્ય વિભાગ દ્વારા પણ કોરોનાની રસી લેવાની અપીલ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:- જેતપુર નગરપાલિકામાં CC રોડમાં આવ્યું સૌથી કૌભાંડ, નગરપાલિકા સભ્યએ દરોડો પાડતા ભ્રષ્ટાચાર સામે આવ્યો
ગામના આગેવાનો અને ગામ લોકો પણ પોતાના પરિવાર સાથે કોરોનાની રસી લઈને પોતાના પરિવારને સુરક્ષીત કરી રહ્યા છે અને રસી લઈને પોતે પણ કોરોના સામે લડાઈ લડી રહ્યાં અને અન્ય લોકોને પણ રસી લેવા માટે સમજાવી રહ્યા છે. જે લોકો અંધ શ્રદ્ધાને લઈને રસી નથી લેતા તેને તેવો અપીલ કરે છે કે 21 મી સદીના આધુનિક યુગમાં અંધ શ્રદ્ધાને બાજુમાં મૂકીને પોતાને અને પરિવારને સુરક્ષિત કરવા માટે કોરોનાની રસી અવસ્ય લેવી જોઇએ.
આ પણ વાંચો:- ફ્રેન્ડશિપ ડેના દિવસે સેલ્ફી લેવા જતા ત્રણ વિદ્યાર્થીઓ ડૂબ્યા, એકનું મોત નિપજતાં પરિવારમાં માતમ
કોરોનાની લડાઈમાં જામકંડોરણા તાલુકાએ ઉત્તમ ઉદારહણ આપ્યું છે કે, કોરોનાની લડાઈમાં રસીએ સૌથી ઉત્તમ અને કારગત ઉપાય છે. ત્યારે અન્ય ગામો અને લોકોએ પણ પ્રેરણા લઈને રસી અવશ્ય લે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube