રાજકોટ : મેડિકલના વિદ્યાર્થીઓની કારનું અકસ્માત પડીકુ વળી ગયું, 3 ના મૃતદેહ કાર તોડી બહાર કઢાયા

રાજકોટ : મેડિકલના વિદ્યાર્થીઓની કારનું અકસ્માત પડીકુ વળી ગયું, 3 ના મૃતદેહ કાર તોડી બહાર કઢાયા
  • રાજકોટના કાલાવાડ રોડ પર મટોડા જીઆઈડીસી પાસે બપોરે એક વાગ્યાના આસપાસ આ અકસ્માત સર્જાયો હતો
  • પુરપાટ ઝડપે આવતી GJ-03-KC-8475 નંબર ની સફેદ કલરની હોન્ડા અમેઝ કાર બસ સાથે અથડાઇ હતી

ગૌરવ દવે/રાજકોટ :રાજકોટથી કાલાવડ રોડ પર એસટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મેટોડા GIDC નજીક અકસ્માત સર્જાતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. અકસ્માતમાં 3 વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે, તો બે ઈજાગ્રસ્ત થયા છે. ત્રણેય મૃત વિદ્યાર્થીઓ પારુલ યુનિવર્સિટીના સ્ટુડન્ટ હતા. રાજકોટ હોમિયોપેથિક પારૂલ મેડિકલ કોલેજના સ્ટુડન્ટ ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિઝિટમાંથી પરત ફરતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. 

અમેઝ કાર બસ સાથે અથડાઇ હતી
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના કાલાવાડ રોડ પર મટોડા જીઆઈડીસી પાસે બપોરે એક વાગ્યાના આસપાસ આ અકસ્માત સર્જાયો હતો. એક મોટર કાર અને એસટી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. રાજકોટ થી રજૂણાની ST બસ કાલાવડ તરફ જતી આ સામે પુરપાટ ઝડપે આવતી GJ-03-KC-8475 નંબર ની સફેદ કલરની હોન્ડા અમેઝ કાર બસ સાથે અથડાઇ હતી અને કારની ઝડપ વધુ હોવાના કારણે તે બસની નીચેના ભાગમાં ઘુસી ગઇ હતી. કારમાં પાંચ વિદ્યાર્થીઓ સવાર હતા. જે તમામ પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થી હતા. રાજકોટ હોમિયોપેથિક પારૂલ મેડિકલ કોલેજના સ્ટુડન્ટ ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિઝિટમાંથી પરત ફરતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. 

No description available.

મૃતદેદોને બહાર કાઢવા માટે JCB ની મદદ લેવી પડી
અકસ્માતમાં નિશાંત દાવડા, આદર્શ ગોસ્વામી અને ફોરમ ધાગધરીયાના મોત નિપજ્યા છે. ST બસ અને કાર વચ્ચે અકસ્માત થતા કાર બસની આગળના ભાગમાં અંદર ઘુસી ગઇ હતી જેને બહાર કાઢવા માટે JCBની મદદ લેવી પડી હતી અને JCBની મદદથી કારને બસ નીચેથી બહાર કાઢી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news