Friendship Day ના દિવસે સેલ્ફી લેવા જતા ત્રણ વિદ્યાર્થીઓ ડૂબ્યા, એકનું મોત નિપજતાં પરિવારમાં માતમ
સુરેન્દ્રનગરના (Surendranagar) દુધરેજ નજીક કેનાલમાં ત્રણ વિદ્યાર્થીઓ ડૂબતા (Sinking) દોડધામ મચી ગઈ હતી. જો કે, બે વિદ્યાર્થીઓને (Students) બચાવી લેવામાં આવ્યા છે જ્યારે એક વિદ્યાર્થીનું ડૂબી જતા મોત નિપજ્યું છે
Trending Photos
મયુર સંધિ/ સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરના (Surendranagar) દુધરેજ નજીક કેનાલમાં ત્રણ વિદ્યાર્થીઓ ડૂબતા (Sinking) દોડધામ મચી ગઈ હતી. જો કે, બે વિદ્યાર્થીઓને (Students) બચાવી લેવામાં આવ્યા છે જ્યારે એક વિદ્યાર્થીનું ડૂબી જતા મોત નિપજ્યું છે. ત્યારે આ મામલે સુરેન્દ્રનગર પોલીસે (Surendranagar Police) ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર ફ્રેન્ડશિપ ડે (Friendship Day) તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં એક શિક્ષક અને ત્રણ વિદ્યાર્થીઓ (Students) 1 ઓગસ્ટ 2021 ના ફ્રેન્ડશિપ ડેના દિવસે ઉજવણી કરવા દુધરેજ નજીક કેનાલ પાસે ગયા હતા. દરમિયાન કેનાલ (Canal) પાસે પાણીના ખાડામાં શિક્ષક સાથે ગયેલા ત્રણ વિદ્યાર્થીઓ ડૂબતા (Sinking) દોડધામ મચી ગઈ હતી. જો કે, વિદ્યાર્થી ડૂબ્યાની બુમાબુમ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બાળકોને બચાવવાનો કામગીરી શરૂ કરવામાં આવી હતી.
જો કે, ત્રણ વિદ્યાર્થીઓમાંથી (Students) બે વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે એક વિદ્યાર્થીનું પાણીમાં ડૂબી (Sinking) જતાં મોત નિપજ્યું છે. ફ્રેન્ડશિપ ડે (Friendship Day) હોવાથી શિક્ષક સાથે વિદ્યાર્થીઓ કેનાલ પાસે ફોટા તેમજ સેલ્ફી (Selfie) પાડવા ગયા હતા. દરમિયાન કેનાલમાં (Canal) ડૂબી જવાથી ધોરણ 12 માં અભ્યાસ કરતા ઉર્વેશ ઇમરાનખાન પઠાણ નામના વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું.
ઉર્વેશ પઠાણનું મોત નિપજતાં પરિવારજનો સહિત લોકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. જો કે, આ મામલે જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે