Vadodara News : વડોદરામાં ભાજપ નેતાના ઘરકંકાસનો વિવાદ પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. માંજલપુરમાં રહેતા વોર્ડ 18ના ભાજપ પ્રમુખ પાર્થ પટેલ સામે પત્ની મિતલબેને ફરિયાદ નોંધાવી છે. પત્ની સાસુને 6 વર્ષના પુત્રને મળાવવા ઘરે આવી હતી તે દરમ્યાન રાત્રે પાર્થ પટેલે પત્ની સાથે મારામારી કરી હતી. પાર્થ અને મિતલ બેનનો ઘણા સમયથી ગોધરા કોર્ટમાં છુટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. એટલુ જ નહિ, પાર્થ પટેલે પત્નીને કેમ ઘરે બોલાવી તેમ કહી માતાને પણ માર માર્યો હતો. સમગ્ર મામલો માંજલપુર પોલીસ સ્ટેશન પહોચતા ભાજપ નેતાઓ પાર્થ પટેલના બચાવમાં દોડી આવ્યા હતા. કોર્પોરેશનના દંડક, કોર્પોરેટરોએ ફરિયાદ ના નોંધવા પ્રયાસો કર્યા. પરંતું પત્ની ફરિયાદ નોંધવા મક્કમ રહેતા માંજલપુર પોલીસે પાર્થ સામે ફરિયાદ નોંધાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરાના માંજલપુર વિસ્તારના વોર્ડ નં-18ના BJPના પ્રમુખ પાર્થ પટેલે પત્નીને માર મારતા મામલો વધુ વિવાદિત બન્યો છે. લાંબા સમયથી પત્ની પોતાના માતા-પિતા સાથે રહેતી હતી અને હાલ તે પુત્ર સાથે સાસુને મળવા આવી હતી. તે દરમિયાન જ પતિએ માર મારતા સમગ્ર મામલો માંજલપુર પોલીસ મથકમાં પહોંચ્યો હતો. માંજલપુર પોલીસે શારીરિક-માનસિક ત્રાસ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


લેબોરેટરીમાં ઘીનું લાઈવ ટેસ્ટિંગ, અસલી નકલી ઘીનો આ રીતે થાય છે પર્દાફાશ


પોલીસ ફરિયાદમાં પાર્થ પટેલની પત્ની મિત્તલબેન પટેલે જણાવ્યું કે, મારા લગ્ન પાર્થ પટેલ સાથે દસ વર્ષ પહેલા થયા હતા. સંતાનમાં અમને એક દીકરો છે. લગ્ન બાદ અમારા વચ્ચે મનદુખ થવા લાગ્યુ હતું, મારા પતિ મને સાથે રાખવા તૈયાર ન હતા. તેઓ મને શારીરિક અને માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા. તેથી અમે છુટા થયા હતા. ગોધરા ફેમિલી કોર્ટમાં ભરણપોષણનો કેસ ચાલુ છે. પરંતુ મારા સાસુ સાથે મારુ સારુ બને છે. તેથી અમે અવારનવાર વાત કરતા હતા. 26 ઓક્ટોબરના રોજ મારા સાસુને મારા દીકરાને મળવાનુ હોવાથી હું સાસરીમાં આવી હતી. આ દરમિયાન મારા પતિ ત્યા આવ્યા હતા અને તેમણે મારી સાસુને કહ્યું કે, કે તે મિત્તલને કેમ ઘરમાં આવવા દીધી. 


બ્રેકિંગ ન્યૂઝ : ગુજરાત સરકાર આ કર્મચારીઓને આપશે દિવાળી બોનસ, જાણો શું કરી જાહેરાત


ગુસ્સે થયેલા મારા પતિએ તેમના માતા પર હાથ ઉઠાવ્યો હતો, તેમજ મને ગાળો ભાંડીને કહ્યું કે, તુ અહી કેમ આવી છે. મારા ઘરમાંથી નીકળી જજે, આજે તો તારી લાશ પાડી દઈશ. તેમણે મને વાળ પકડીને માર માર્યો હતો. મારા સામાન ત્રીજા માળથી નીચે ફેંકી દીધો હતો. આ બાદ પત્ની મિત્તલ પટેલ ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.


પરંતુ રાજકીય વગ હોવાથી પાર્થ પટેલ સામે પોલીસ ફરિયાદ કરવા માટે આનાકાની કરી રહી હતી. પરંતું બાદમાં ફરિયાદ દાખલ કરાઈ હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, પાર્થ પટેલ વોર્ડ 18 નો ભાજપ પ્રમુખ છે. અને અનેક રાજકીય હસ્તીઓ જોડે ઘરોબો ધરાવે છે.


રાજકોટ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનશે, પ્રધાનમંત્રીના ગરબા પર 1 લાખ લોકો કરશે ગરબા