વડોદરામાં 6 દિવસનું બાળક ગુમ, નિંદ્રાધીન માતાની બાજુમાંથી કોઈ ઉઠાવીને ફરાર થઈ ગયું
વડોદરાના લાલોડ ગામનુ છ દિવસનું બાળક બે દિવસથી ગુમ થયું છે. બાળક તેના માતા પાસે સૂતુ હતુ ત્યારે કોઈ તેને ઉપાડીને લઈ ગયુ હતું. ત્યારે બે દિવસથી ગુમ બાળકનું અપહરણ થયું હોવાની પરિવારજનોને આશંકા છે. તેમજ બાળકનો ઉપયોગ કોઈ તાંત્રિક વિધિમાં પણ થયો હોવાની ચર્ચા ઉઠી છે. હાલ વાઘોડિયા પોલીસે બાળકને શોધવા ચક્રો ગતિમાન કર્યાં છે.
ચિરાગ જોશી/વડોદરા :વડોદરાના લાલોડ ગામનુ છ દિવસનું બાળક બે દિવસથી ગુમ થયું છે. બાળક તેના માતા પાસે સૂતુ હતુ ત્યારે કોઈ તેને ઉપાડીને લઈ ગયુ હતું. ત્યારે બે દિવસથી ગુમ બાળકનું અપહરણ થયું હોવાની પરિવારજનોને આશંકા છે. તેમજ બાળકનો ઉપયોગ કોઈ તાંત્રિક વિધિમાં પણ થયો હોવાની ચર્ચા ઉઠી છે. હાલ વાઘોડિયા પોલીસે બાળકને શોધવા ચક્રો ગતિમાન કર્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પુનમભાઈ દેવીપૂજકનો પરિવાર વાઘોડિયા તાલુકના જરોદ પાસેના લીલોરા ગામે રહે છે. તેમની પત્ની સંગીતાબેને 15 ઓક્ટોબરના રોજ બાળકને જન્મ આપ્યો હતો. બીજા જ દિવસે તેઓ દીકરાને લઈને ઘરે આવ્યા હતા. ત્યારે રાત્રે તેઓ દીકરાને લઈને સૂતા હતા ત્યારે બે વાગ્યાની આસપાસ તેમની આંખ ખૂલી હતી. તેમણે જોયુ તો બાજુમાં તેમનુ બાળક ન હતું. આ જોઈ તેમણે બૂમાબૂમ કરી હતી. આસપાસના પાડોશીઓ પણ મદદે દોડી આવ્યા હતા. તમામ લોકો બાળકને શોધવામાં લાગ્યા હતા. પણ બાળક ક્યાંય મળ્યુ ન હતું. આખરે પુનમભાઈ અને સંગીતાબેન ભાંગી પડ્યા હતા.
આ પણ વાંચો : ડમ્પિંગ સાઈટની અદભૂત કાયાપલટ, આખા અમદાવાદનો કચરો જ્યા ઠલવાતો ત્યાં બન્યું આલિશાન રિસોર્ટ જેવું ગાર્ડન
સમગ્ર મામલે બાળકનુ અપહરણ થયુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પુનમભાઈનો પરિવાર કાચા ઝુપડામાં રહે છે. તેથી અપહરણકર્તા સરળતાથી બાળકને ઉઠાવવામાં સફળ રહ્યો હતો. સમગ્ર ઘટના બાદ DYSP સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
બાળકને શોધવામાં ડોગ-સ્ક્વોડ અને FSLની મદદ પણ લેવામાં આવી રહી છે. પોલીસ હાલ તમામ વિસ્તારોમાં બાળકને શોધી રહી છે. હાલ બાળકો ચોરવાની ઘટના વધી રહી છે, આવામાં બાળ તસ્કરી પણ થઈ હોવાની શંકા સેવાઈ રહી છે.