ડમ્પિંગ સાઈટની અદભૂત કાયાપલટ, આખા અમદાવાદનો કચરો જ્યા ઠલવાતો ત્યાં બન્યું આલિશાન રિસોર્ટ જેવું ગાર્ડન
માત્ર 6 મહિનાના ટૂંકા ગાળામાં amc એ તમામ કચરો બાયોમાઇનિંગ પદ્ધતિથી દૂર કર્યો. આજે એ જ સ્થળ પર રૂ.3.5 કરોડના ખર્ચે ઇકોલોજી પાર્ક બની રહ્યો છે
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :બારેમાસ કચરાથી ખદબદતી જગ્યાને અદભૂત રીતે કાયાપલટ થઈ જશે તેવુ કોઈ સપનામાં ય વિચારી નહિ શકે. માત્ર 6 મહિનામાં કચરાથી ભરાયેલી રહેતી જગ્યા કોઈ રમણીય રિસોર્ટમાં ફેરાવાઈ ગયુ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ડમ્પ સાઈટની અદભૂત રીતે કાયાપલટ કરી છે, કોઈ ઓળખી નહિ શકે કે પહેલા આ જગ્યા પર શુ હતું.
અમદાવાદની બોપલ ડમ્પિંગ સાઈટની જગ્યાએ ઈકોલોજી પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે. એક સમયે આ સ્થળે અમદાવાદભરનો કચરો ઠલવાતો હતો. આ ડમ્પિંગ સાઈડ પર 2.5 લાખ ટન ઘન કચરો જમા થયો હતો. 9 વર્ષથી સમગ્ર બોપલ વિસ્તારનો ઘન કચરો અહીં એકઠો થતો હતો. ત્યારે કોર્પોરેશને તેને હટાવીને અહી ઈકોલોજી પાર્ક બનાવવાનુ નક્કી કર્યું હતું.
માત્ર 6 મહિનાના ટૂંકા ગાળામાં amc એ તમામ કચરો બાયોમાઇનિંગ પદ્ધતિથી દૂર કર્યો. આજે એ જ સ્થળ પર રૂ.3.5 કરોડના ખર્ચે ઇકોલોજી પાર્ક બની રહ્યો છે, જેની કાયાપલટની તસવીરો સામે આવી છે.
આ વિશે એએમસીના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ડાયરેક્ટર હર્ષદરાય સોલંકીએ જણાવ્યું કે, આ ઈકોલોજી પાર્કમાં કૃતિમ તળાવ સહિત અનેક સુંદર ફૂલ છોડ રોપવામાં આવ્યા છે. વિવિધ ઔષધિય ગુણો ધરાવતા વૃક્ષો પણ ઉછેરાઈ રહ્યાં છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને ગાર્ડન ડિપાર્ટમેન્ટની સંયુક્ત કામગીરી રંગ લાવી છે.
આ ઈકોલોજી પાર્કનો લાભ બોપલ વિસ્તારના 3 લાખથી વધુ નાગરિકોને મળશે. પાર્ક બનીને તૈયાર થઈ ગયો છે. શહેરીજનો માટે ટૂંક સમયમાં ઇકોલોજી પાર્ક ખુલ્લો મૂકાશે.
Trending Photos