પકડાઈ ગયા વડોદરાના દુષ્કર્મી નરાધમો, રાજકોટ અને આણંદ સાથે નીકળ્યું કનેક્શન
વડોદરા (Vadodara)ના નવલખી (Navlakhi) ગ્રાઉન્ડમાં 14 વર્ષીય સગીરા પર સામુહિક દુષ્કર્મ (Gang rape) આચરનાર 2 નરાધમોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 10 દિવસે ઝડપી પાડ્યા છે.
ઉદય રંજન, અમદાવાદ : વડોદરા (Vadodara)ના નવલખી (Navlakhi) ગ્રાઉન્ડમાં 14 વર્ષીય સગીરા પર સામુહિક દુષ્કર્મ (Gang rape) આચરનાર 2 નરાધમોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 10 દિવસે ઝડપી પાડ્યા છે. બંને દેવીપૂજક છે અને ફુગ્ગા વેચવાનું કામ કરે છે. બે પૈકી એક તરસાલી માર્કેટ પાસે અને બીજો સુશેન બ્રિજ પાસે રહે છે. વડોદરા શહેર પોલીસની 30થી વધુ ટીમોએ બંને નરાધમોને પકડવા ભારે ધમપછાડા કર્યા હતા પરંતુ અમદાવાદ ક્રાઇમના ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સથી નરાધમોને દબોચી લેવામાં સફળતા મળી હતી. પકડાયેલા આરોપીઓ મૂળ રાજકોટ અને આણંદના હોવાનું બહાર આવ્યું છે. રાજકોટનો જશો અને આણંદનો કિશન ફુગ્ગા વેચવાનું કામ કરતા હતા. લેટેસ્ટ માહિતી પ્રમાણે આ બે શકમંદોના નામ જશો દેવીપૂજક અને કિશન દેવીપૂજક હોવાની માહિતી મળી છે.
આજે રાજ્યમાં જીપીએસસીની પરીક્ષા, પાસ થનારને મળશે 38,000 રૂ.નો સ્ટાર્ટિંગ પગાર
પોલીસની આકરી મહેનત
વડોદરામાં સગીરા સાથે દુષ્કર્મનો મામલામાં નવમા દિવસે પણ દુષ્કર્મના આરોપીઓ ફરાર છે. આરોપીઓને ઓળખવા પોલીસે કલેક્ટર પાસે 5 વિધાનસભાની ફોટાવાડી મતદાન યાદી મંગાવી હતી. વડોદરા પોલીસે ફોટાવાળી મતદાન યાદીથી આરોપીઓને શોધવાનો પ્રયાસ કર્યો હતો. તો ગઈકાલે 10 શંકસ્પદોના સયાજી હોસ્પિટલમાં ડીએનએ ટેસ્ટ અને બ્લડ સેમ્પલ લેવાયા હતા. પોલીસે જારી કરેલા સ્કેચ જેવા દેખાતા 1000 જેટલા લોકોની પૂછપરછ કરાઈ હતી. તો, ગઈકાલે દુષ્કર્મ પીડિત સગીરાને વડોદરા ડિસ્ટ્રીક્ટ કોર્ટ દ્વારા 7 લાખની સહાય ચૂકવવામાં આવી હતી. ડિસ્ટ્રીક્ટ કોર્ટ અને સરકારની કમિટીએ આ સહાય ચૂકવી હતી.
હવે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તારમાં ભીખ માગવી કે દલાલી કરવી તે ગુનો બનશે...!
સક્રિય ગૃહરાજ્યમંત્રી
ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ પીડિતાના પરિવારની મુલાકાત લીધી હતી. પીડિતાના પરિવારની મુલાકાત કર્યા બાદ ગૃહરાજ્ય મંત્રીએ જ્યાં દુષ્કર્મ થયું હતું, તે નવલખી મેદાનમાં ઘટના સ્થળે પહોંચ્યા જ્યાં ગૃહમંત્રીએ નવલખી મેદાનના ઝાડી-ઝાંખરા વાડી અવાવરું જગ્યામાં જઈને નિરીક્ષણ કર્યું હતું, અને મેયરને રાજ્ય સરકાર પાસેથી અવાવરું જગ્યામાં સીસીટીવી કેમેરા લગાવવા માટે ફંડ માંગવા સૂચન કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...
શું હતો મામલો?
28મી નવેમ્બરે ગુરુવારે રાત્રે યાકુતપુરાની 14 વર્ષની સગીરા ગુરુવારે રાત્રે તેના 15 વર્ષના મંગેતર સાથે એક્ટિવા પર નવલખી ગ્રાઉન્ડમાં ગઇ હતી. એેક્ટિવા પર બેઠેલા મંગેતરને પોલીસના સ્વાંગમાં આવેલા 2 નરાધમોએ ફટકારી સગીરાને ખેંચીને ઝાડીમાં લઇ ગયા હતાં અને પાશવી રીતે દુષ્કર્મ આચર્યું હતું.