રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરા મહાનગરપાલિકા હવે કોર્પોરેટરો અને અધિકારીઓ માટે ટેબલેટની ખરીદી કરશે. બજેટ મીટીંગને હાઇટેક કરવા જનતાના નાણાંથી કોર્પોરેટરોને લાખો રૂપિયાના ખર્ચે ટેબલેટ આપવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવતા વિવાદ થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેઘો ફરી બોલાવશે ધબધબાટી! ગુજરાતમાં આ તારીખે શરૂ થશે વરસાદ, જાણો શું કરાઈ મોટી આગાહી


સ્માર્ટ ફોનના જમાનામાં વડોદરા મહાનગરપાલિકા હવે 76 કોર્પોરેટર અને ક્લાસ વન અધિકારીઓ માટે 110 ટેબલેટની ખરીદી કરવાનું છે, કોર્પોરેશને ટેબલેટ ખરીદવા માટે ટેન્ડર પણ બહાર પાડ્યું છે અને 50 લાખની કિંમતના ટેબલેટ ખરીદવામાં આવશે. જોકે આ બાબતે વિવાદ થયો છે. કોર્પોરેશનનો વહીવટ પેપરલેસ થાય તેવું કહી પાલિકા ટેબ્લેટ ખરીદી કરી રહી છે, પરંતુ હકીકત એવી છે કે આજે પણ પાલિકા દર વર્ષે 12.50 લાખ રૂપિયાના પેપર ખરીદે છે. તેમજ એક કોર્પોરેટર વર્ષમાં 100 પેપરનો પણ ઉપયોગ કરતા નથી, ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ટેકલોનોજી સાથે અપગ્રેડ થવાના અને પેપરલેસ વહીવટના બહાના હેઠળ ટેબ્લેટ ખરીદી જરૂરી હોવાનું કરી રહ્યા છે.


Sun-Mars Conjunction: સિંહ રાશિમાં સૂર્ય-મંગળની યુવિત, આ જાતકો માટે આવશે સારો સમય


મહાનગર પાલિકાના મોટા ભાગના કોર્પોરેટરો પાસે સ્માર્ટ ફોન છે, તેમ છતાં જનતાના ટેક્ષના નાણાંનો ટેબલેટ ખરીદીને વેડફાટ પાલિકાના સત્તાધીશો કરતા હોવાનો આક્ષેપ સામાજિક કાર્યકર કરી રહ્યા છે. તો વિપક્ષ નેતા કોર્પોરેટરોને ટેબ્લેટ આપવાની વાતનું સમર્થન કરી જેમને ટેબ્લેટ વાપરતા નથી આવડતા તેમના માટે ક્લાસ રાખવા જોઈએ તેવું કહી રહ્યા છે, સાથે જ કોર્પોરેશનની તમામ ફાઈલો અને પત્ર વ્યવહાર પણ ટેબલેટથી થાય તો જ કામ પારદર્શિતા આવશે અને સ્ટેશનરીનીનો ઉપયોગ ઘટશે તેવું પણ સૂચન કરી રહ્યા છે.


અંબાણી બ્રધર્સઃ એક આકાશ અને બીજા પાતાળમાં કેવી રીતે પહોંચ્યા? જાણો કહાની


વડોદરા મહાનગરપાલિકાના શાસકોએ ટેબલેટ ખરીદવાની કાર્યવાહી તો શરૂ કરી દીધી છે પણ ટેબલેટના ઉપયોગથી જનતાને કેટલો ફાયદો થશે તે સવાલ ઉઠવા પામી રહ્યો છે. હાલ તો વડોદરાના કોર્પોરેટરો સાંસદો, ધારાસભ્યોની જેમ હાથમાં ટેબલેટ સાથે ફરતા જોવા મળશે તે નક્કી છે.


હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટની અસર, 2023માં ગૌતમ અદાણીની નેટવર્થમાં 60 અબજ ડોલરનો ઘટાડો