Gautam Adani Networth: હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટની અસર, 2023માં ગૌતમ અદાણીની નેટવર્થમાં 60 અબજ ડોલરનો ઘટાડો
Bloomberg Billionaires Index: 27 જાન્યુઆરીએ ગૌતમ અદાણીની નેટવર્થમાં 20.8 અબજ ડોલરનો ઘટાડો થયો હતો. કોઈ એક ઉદ્યોગપતિને એક દિવસમાં થનારૂ આ સૌથી વધુ નુકસાન હતું.
Trending Photos
નવી દિલ્હીઃ Gautam Adani Networth: જાન્યુઆરી 2023ના પ્રથમ સપ્તાહની વાત છે જ્યારે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ગમે ત્યારે ટેસ્લાના પ્રમુખ એલન મસ્કને પાછળ છોડીને દુનિયાના બીજા સૌથી ધનવાન વ્યક્તિ બની જશે, ત્યારે બંનેની સંપત્તિ વચ્ચેનું અંતર માત્ર 16 અબજ ડોલર રહી ગયું હતું. ગૌતમ અદાણીની નેટવર્થ ત્યારે 121 અબજ ડોલર હતી તો મસ્કની 137 અબજ ડોલર.
પરંતુ જાન્યુઆરીના ચોથા સપ્તાહમાં, 24 જાન્યુઆકી 2023ના જ્યારે હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટે અદાણી ગ્રુપ પર હેરાફેરી દ્વારા કંપનીઓના શેરમાં ભાવ વધારવાનો આરોપ લગાવતો રિપોર્ટ જાહેર કર્યો હતો. અદાણી ગ્રુપના શેર અચાનક નીચે આવવા લાગ્યા. આગામી મહિને અદાણી ગ્રુપના સ્ટોક્સ 85 ટકા સુધી નીચે આવી ગયા હતા. તો અદાણી ગ્રુપે 20,000 કરોડ રૂપિયાના અદાણી એન્ટરપ્રાઇઝના મેગા એફપીઓને પણ પરત લેવો પડ્યો હતો.
પરંતુ અગાણી ગ્રુપના શેરમાં ઘટાડાની અસર પડી ગૌતમ અદાણીની નેટવર્થ પર. 27 જાન્યુઆરીએ એક દિવસમાં ગૌતમ અદાણીની નેટવર્થમાં 20.8 અબજ ડોલરનો ઘટાડો જોવા મળ્યો હતો. કોઈ પણ અબજોપતિને એક દિવસમાં થનારૂ આ સૌથી મોટુ નુકસાન હતું. અદાણી ગ્રુપની માર્કેટ વેલ્યૂમાં 150 બિલિયન ડોલરનો ઘટાડો થઈ ગયો. તો ગૌતમ અદાણીની નેટવર્થ ઘટીને 40 બિલિયન ડોલર પર આવી ગઈ હતી. જ્યારે ઓક્ટોબર 2022માં એક સમયે તેમની નેટવર્થ 143 અબજ ડોલર પર પહોંચી ગઈ હતી.
બ્લૂમબર્ગ બિલિનસર્ય ઈન્ડેક્સ (Bloomberg Billionaires Index)પ્રમાણે હવે ગૌતમ અદાણીની નેટવર્થ 60.3 બિલિયન ડોલર છે અને વર્તમાન વર્ષના પ્રથમ છ મહિનામાં તેમની સંપત્તિમાં 60.2 અબજ ડોલરનો ઘટાડો થયો છે. બ્લૂમબર્ગ બિલિયનર્સ ઈન્ડેક્સ પ્રમાણે દુનિયાભરના ધનીકોની યાદીમાં અદાણી 21માં સ્થાને છે. નિચલા લેવલથી ગૌતમ અદાણીના નેટવર્થમાં 20 અબજ ડોલરનો ઉછાળ આવ્યો છે. કારણ કે અદાણી પોર્ટ્સ અને અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં રિકવરી આવી છે. પરંતુ ગ્રુપની અન્ય કંપનીઓના શેર હજુ પણ પોતાના હાઈથી ઘણા નીચે ટ્રેડ કરી રહ્યાં છે અને ગૌતમ અદાણી હજુ પણ નેટવર્થના મામલામાં આ વર્ષે હાઈથી 60 અબજ ડોલર પાછળ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે