વડોદરાના મિસિંગ પરિવારના સદસ્યોનો આક્રંદ, ગમે તેમ કરીને અમારો પરિવાર શોધી આપો....
વડોદરાના નવાપુરા વિસ્તારમા રહેતો પરમાર પરીવાર 1લી માર્ચ રવિવારના દિવસે કેવાડીયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી (statue of unity) નિહાળવા ગયો હતો. એ બાદ ચાર દિવસથી આખો પરિવાર ગુમ (family missing) થતા પરિવારજનો ચિંતાતુર બન્યા છે. વડોદરાના નવાપુરા વિસ્તારના એસઆરપી ગ્રાઉન્ડ પાસે રહેતા કલ્પેશ પરમાર પોતાની પત્ની તૃપ્તિ પરમાર, માતા ઉષા પરમાર અને પોતાનો એક 9 વર્ષનો છોકરો અને 7 વર્ષની છોકરી સાથે પોતાની કારમાં કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નીહાળવા ગત તારીખ 1 માર્ચ ના રોજ ગયા હતા. સાંજે પોતાના ફેસબુક ઉપર સ્ટેટચ્યું ઓફ યુનિટીના ફોટા અપલોર કર્યા બાદ તેઓ વડોદરા જવા પરત નીકળ્યા હતા. ઘણો સમય વીતી જવા છતાં તેઓ પોતાના ઘરે ન આવતા એમના અન્ય પરિવારજનો એમની શોધખોળ શરૂ કરી હતી. ત્યાર બાદ પરિવારજનોએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં પણ જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાના પગલે કેવડીયા પોલીસને સાથે રાખીને નવાપુરા પોલીસે cctv કેમરા ચેક કરવાની કાર્યવાહી શરૂ કરી છે. જોકે ચાર દિવસથી પરિવાર ન મળતા પરિવારજનો ચિંતામા મૂકાયા છે. કલ્પેશભાઈના પરિવારજનો વિલાપ કરી રહ્યાં છે અને વહેલામાં વહેલી તકે કલ્પેશભાઈ તેમજ તેમના પરિવારજનોને પરત લાવવા અપીલ કરી રહ્યાં છે.
હાર્દિક દીક્ષિત/વડોદરા :વડોદરાના નવાપુરા વિસ્તારમા રહેતો પરમાર પરીવાર 1લી માર્ચ રવિવારના દિવસે કેવાડીયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી (statue of unity) નિહાળવા ગયો હતો. એ બાદ ચાર દિવસથી આખો પરિવાર ગુમ (family missing) થતા પરિવારજનો ચિંતાતુર બન્યા છે. વડોદરાના નવાપુરા વિસ્તારના એસઆરપી ગ્રાઉન્ડ પાસે રહેતા કલ્પેશ પરમાર પોતાની પત્ની તૃપ્તિ પરમાર, માતા ઉષા પરમાર અને પોતાનો એક 9 વર્ષનો છોકરો અને 7 વર્ષની છોકરી સાથે પોતાની કારમાં કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નીહાળવા ગત તારીખ 1 માર્ચ ના રોજ ગયા હતા. સાંજે પોતાના ફેસબુક ઉપર સ્ટેટચ્યું ઓફ યુનિટીના ફોટા અપલોર કર્યા બાદ તેઓ વડોદરા જવા પરત નીકળ્યા હતા. ઘણો સમય વીતી જવા છતાં તેઓ પોતાના ઘરે ન આવતા એમના અન્ય પરિવારજનો એમની શોધખોળ શરૂ કરી હતી. ત્યાર બાદ પરિવારજનોએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં પણ જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાના પગલે કેવડીયા પોલીસને સાથે રાખીને નવાપુરા પોલીસે cctv કેમરા ચેક કરવાની કાર્યવાહી શરૂ કરી છે. જોકે ચાર દિવસથી પરિવાર ન મળતા પરિવારજનો ચિંતામા મૂકાયા છે. કલ્પેશભાઈના પરિવારજનો વિલાપ કરી રહ્યાં છે અને વહેલામાં વહેલી તકે કલ્પેશભાઈ તેમજ તેમના પરિવારજનોને પરત લાવવા અપીલ કરી રહ્યાં છે.
તમારા પર્સમાંથી વધુ એક નોટ બદલાવાની છે, તૈયારી રખજો...
એક ધારાસભ્યને કારણે ભાજપમાં શરૂ થઈ કાનાફૂસી, ભાઈને જોઈએ છે CM વિજય રૂપાણી જેવી ખુરશી
પરિવારના એક સદસ્યએ જણાવ્યું કે, અમે ફોન કરીએ છીએ તો ફોન સ્વીચ ઓફ આવે છે. રવિવારે સવારે તેઓ નીકળી ગયા હતા, તેના બાદથી તેમનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. પોલીસ અમને સારો સાથ સહકાર આપી રહી છે. તો ભારે હૃદયે કલ્પેશ પરમારની બહેને કહ્યું હતું, મારા ભાઈ-ભાભી અને મમ્મી પરત આવે તેવી જ ઈચ્છા ધરાવુ છું. તેઓ જલ્દી મળી જવા જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...