ઝી ન્યૂઝ/બ્યુરો: વલસાડ જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર એવા ધરમપુરમાં મોબાઈલ અને ઈલેક્ટ્રીક બાઈક બુકિંગ નામની લોભામણી સ્કીમ બનાવી એક ભેજાબાજે કરોડો રૂપિયાની ઠગાઇ કરી હોવાની હકીકત બહાર આવી છે. ધરમપુર પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી ધરમપુરના ખારવેલમા ઓફિસ ધરાવતી ઇગલ સ્માર્ટ ઇન્ડિયા કોન્ટ્રાક્ટ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીના સંચાલક જીતેન્દ્ર ઉર્ફે જીતુ સચિન પટેલની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસની પ્રાથમિક તપાસમાં ભેજાબાજ કંપની સંચાલકે ધરમપુર અને આસપાસના વિસ્તારમાં અત્યાર સુધી હજારો સભ્યો બનાવી ઊંચું કમિશન આપવાના બહાને અત્યાર સુધી અંદાજે 6 કરોડથી વધુનું રોકાણ કરાવી લીધું હોવાની હકીકત બહાર આવી રહી છે. જોકે પોલીસે આરોપીની કંપનીના મોબાઈલ લેપટોપ અને અને અન્ય રજીસ્ટર સહિત બિલો જપ્ત કરી અને કૌભાંડ આ મૂળ સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે. આમ પ્રથમ કપરાડા તાલુકાના નાનાપોંઢા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગરીબ આદિવાસીઓને ભોળવી અને એક વર્ષમાં એકના ડબલ કરવાની લાલચ આપી લોકો સાથે ઠગાઇ કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. ત્યારે હવે ફરી એક વખત ધરમપુર પોલીસ સ્ટેશનમાં પણ આ જ પ્રકારનો ગુનો નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.


યુવરાજસિંહની વધી શકે છે મોટી મુશ્કેલી! ફાર્મહાઉસના માલિક નીતિન પટેલ માનહાનિનો કેસ કરશે


બનાવની વિગત મુજબ છેલ્લા કેટલાક સમયથી વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા જેવા અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં લોકોની અજ્ઞાનતાનો લાભ લઇ અને કેટલાક ભેજાબાજો ઊંચું કમિશન આપવાની અને એક વર્ષમાં એકના ડબલ કરાવી આપવાની લાલચ આપી અને લોકો પાસે રોકાણ કરાવી અને તેની ચેન બનાવી ઊંચું કમિશન આપવાના બહાને લોકો પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ કરાવતાં હતા. ત્યારબાદ લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા હોવાની વાતો વહેતી થઈ હતી.


આથી આ બાબતે વલસાડ જિલ્લા પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસના અંતે સૌ પ્રથમ કપરાડા તાલુકાના નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં આવી જ એક ભેજાબાજ ગેંગ સામે ફરિયાદ નોંધી અને પાંચ ભેજાબાજની ધરપકડ કરી તેમના વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે ફરી એક વખત ધરમપુર પોલીસ સ્ટેશનમાં પણ પોલીસે ધરમપુરના ખારવેલ વલસાડ રોડ પર ઓફિસ ધરાવતી ઇગલ સ્માર્ટ ઇન્ડિયા કોન્ટ્રાક્ટ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમાં પણ રેડ કરી હતી. આ રેડ દરમિયાન કંપનીના સંચાલક જીતેન્દ્ર ઉર્ફે જીતુ સચિન પટેલ ઝડપાઈ ગયો હતા.


ગુજરાતીઓ ચેતી જજો: અમદાવાદમાં આજે કોરોનાનો સૌથી મોટો વિસ્ફોટ, ત્રીજી લહેરની ચિંતા વધી!


આથી પોલીસે કંપની સંચાલકની આગવી ઢબે પૂછપરછ કરતા સંચાલકે વટાણા વેરી નાખ્યા હતા, અને તેના જણાવ્યા મુજબ પોલીસની પ્રાથમિક તપાસમાં જે હકીકત બહાર આવી છે. તે મુજબ આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ સચિન પટેલ સ્માર્ટ ઇન્ડિયા કોન્ટ્રાક્ટ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની ખોલી અને આ કંપનીમાં ઈલેક્ટ્રીક બાઈક અને મોબાઇલના બુકિંગના નામે વિવિધ આકર્ષક અને લોભામણી સ્કીમો ચલાવતો હતો. રોકાણકારો  પાસે આ સ્કીમમાં રોકાણ કરાવી અને તેના બદલામાં ઊંચું કમિશન આપવાની લાલચ આપતો હતો. આ સ્કીમમાં સભ્ય બનનાર રોકાણકાર 1700 રૂપિયા ભરી અને સભ્ય બની શકતો હતો. ત્યારબાદ નવા બનેલા સભ્યો અન્ય લોકોને પણ સભ્ય બનાવી અને રોકાણ કરાવતા હતા. આ રીતે રોકાણ કરવાની અને કમીશન આપવાની ચેન  ચલાવતા હતા. ત્યારબાદ તેમની સાથે છેતરપિંડી કરતા હોવાનું મનાઈ રહ્યું છે.


પોલીસે કંપની સંચાલકની ઓફિસમાંથી 14 લાખ રૂપિયા રોકડા અને બેન્ક એકાઉનટમા 57 લાખ રૂપિયા જમા હોવાથી બેંક એકાઉન્ટ સીલ કરાવી દીધું હતું. સાથે સ્થળ પરથી મોબાઇલ, લેપટોપ અન્ય રોકાણના દસ્તાવેજ રજીસ્ટર અને બિલબુક સહિતના મહત્વના દસ્તાવેજો હાથ લાગ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી ભેજાબાજે આ વિસ્તારના 40 હજારથી વધુ લોકોને સભ્યો બનાવી અને તેમની પાસેથી ઊંચું કમિશન આપવાની લાલચ આપી અને રોકાણ કરાવ્યું હતું. અત્યાર સુધી જે આંકડો બહાર આવ્યો છે તે મુજબ આ ભેજાબાજે કંપની ખોલી હજારો રોકાણકારો પાસેથી રૂપિયા 6 કરોડથી વધુનું રોકાણ કરાવ્યું  હોવાનું બહાર આવ્યું છે.


ભરૂચના કાંકરિયા ધર્માંતરણ કેસમાં અનેક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા, 6 આરોપીની ધરપકડ


જોકે હજુ પણ પોલીસ કંપની સંચાલક પાસેથી મળેલા મોબાઇલ લેપટોપ અને અન્ય દસ્તાવેજોમાંથી હકીકતમાં કેટલા રોકાણકારોએ કેટલા કરોડનું રોકાણ કરેલું છે?? અને આ ભેજાબાજે અત્યાર સુધી કેટલા લોકો સાથે ઠગાઈ આચરી છે?? તે મામલે  ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આમ વલસાડ જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર એવા કપરાડા અને ધરમપુર તાલુકામાં લોકોની અજ્ઞાનતાનો લાભ લઇને કેટલાક ભેજાબાજો ઊંચું કમિશન આપવાની અને ટૂંકા ગાળામાં એકના ડબલ કરી આપવાની લાલચ આપી અને લોકો પાસે લાખો કરોડો રૂપિયાનું રોકાણ કરાવે છે.


આથી આવા ભેજાબાજોની  આકર્ષક લલચામણી સ્કીમમાં આ વિસ્તારના ભોળા ગરીબ આદિવાસી પરિવારો ફસાય  છે અને ગરીબ પરિવારો પોતાને જિંદગીભરના પર પરસેવાની કમાણી અને મરણમૂડી આવા ભેજાબાજો દ્વારા શરૂ કરવામાં આવેલી આકર્ષક અને લોભામણી સ્કીમમાં રોકાણ કરે છે. ત્યારબાદ મોટી રકમ એકઠી થતા ભેજાબાજો લોકોની લાખો કરોડો રૂપિયા ચાંઉ કરી ફરાર થઈ જાય છે. અગાઉ પણ આવા બનાવો બની ચૂકયા છે, ત્યારે ફરી એક વખત આ વિસ્તારના લોકો આવાં ભેજાબાજોની જાળમાં ના ફસાય અને લોકોના પૈસા ન ફસાય તે માટે પોલીસે ખુદ ફરિયાદી બની આવી ઠાગભગતોની ગેંગ અને કંપનીઓ સામે પોતે ફરિયાદી બની અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


નોકરીની લાલચે સાવધાન! જામનગરમાં કરોડોનું ચીટીંગ ખુલ્યું, નાઈજિરિયન ગેંગ દ્વારા છેતરાતા નહીં...


પ્રથમ કપરાડા તાલુકામાં અને હવે ધરમપુર તાલુકામાં આવી લોભામણી અને  લલચામણી સ્કીમ્સ ખોલી લોકોને ઊંચું કમિશન આપવાની કે એકના ડબલ કરી આપવાની લાલચ આપી રોકાણ કરી લાખોનો કરોડો રૂપિયાની ઠગાઇ કરતી આવી ગેંગ અને કંપનીઓને સબક શીખવવા પોલીસે હાથ ધરેલી તળિયા ઝાટક તપાસના કારણે સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube