નોકરીની લાલચે છેતરાતા નહીં, જામનગરનો આ કિસ્સો વાંચીને તમને વિશ્વાસ નહીં થાય કે ખરેખર આવું પણ બની શકે!

જામનગરના યુવાનને નોકરી અપાવી દેવાની લાલચ આપી જામનગરના બે શખ્સોએ યુવાનના પ્રમાણપત્ર મેળવી ખોટા બેન્ક એકાઉન્ટ ખોલાવી ગેરકાયદેસરના આર્થિક વ્યવહારો કરી કૌભાંડ કરતાં બે શખ્સો સહિત એક નાઇઝીરિયન શખ્સ ની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે.

નોકરીની લાલચે છેતરાતા નહીં, જામનગરનો આ કિસ્સો વાંચીને તમને વિશ્વાસ નહીં થાય કે ખરેખર આવું પણ બની શકે!

મુસ્તાક દલ/જામનગર: નોકરી આપવાના નામે રાષ્ટ્રીય સ્તરના કૌભાંડનો પર્દાફાશ જામનગર પોલીસે કર્યો છે. નોકરીની લાલચ આપી રૂપિયા પડાવી લેતી નાયજીરિયન ગેંગનો પર્દાફાશ કરવામાં જામનગર સીટી ડીવીઝન પોલીસને સફળતા મળી છે. રાષ્ટ્રીય વ્યાપી કૌભાંડમાં એક નાયજીરિયન શખ્સને મુંબઇથી દબોચી લેવાયો છે, જ્યારે અનેક બેંક ખાતાઓ તપાસ માટે સીલ કરવામાં આવ્યા છે. જામનગરમાં નોકરીની લાલચ આપી પેઢી બનાવીને નાઈજિરિયન ગેંગ દ્વારા છેતરપિંડી આચરી જુદી જુદી જગ્યાએ 7 કરોડનું ચીટીંગ કર્યાનું ખુલ્યું છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે જામનગરના યુવાનને નોકરી અપાવી દેવાની લાલચ આપી જામનગરના બે શખ્સોએ યુવાનના પ્રમાણપત્ર મેળવી ખોટા બેન્ક એકાઉન્ટ ખોલાવી ગેરકાયદેસરના આર્થિક વ્યવહારો કરી કૌભાંડ કરતાં બે શખ્સો સહિત એક નાઇઝીરિયન શખ્સ ની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે. જામનગર ના હરીશભાઈ જેઠાભાઇ પરમાર દ્વારા સિટી સી ડિવિઝન પોલીસ ને ફરિયાદ કરી હતી કે પોતાની સાથે મેહુલનાગરમાં રહેતા જતિન પાલાએ બે મહિના પહેલા મુંબઈમાં સારા પગાર સાથે આંગણિયા પેઢીમાં નોકરીની લાલચ આપી જતિન પાલા અને મોહિત પરમાર બને એ યુવાન પાસેથી નોકરી માટે કરંટ અને સેવિંગ એકાઉન્ટ નવા ખાતા ખોલાવવા પડશે તેમ જણાવી ડૉક્યુમેન્ટ મેળવી બને આરોપીઓએ પી.એલ. કન્સલ્ટન્ટ નામની ખોટી પેઢી બનાવી પેઢીના નામના કરંટ અને સેવિંગ એકાઉન્ટ ખોલાવી તેમાં એક મહિનામાં આશરે 40 લાખ જેટલા રૂપિયાની લેવડ દેવડ કરવામાં આવી હતી અને ખાતાનો દુરઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ અંગે જામનગર સિટી સી ડિવિઝન માં પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે બને શખસોના સગળ મેળવી પૂછપરછ દરમિયાન જતિન પાલા અને મોહિત પરમાર ના રહેઠાણ ઉપરથી અલગ અલગ વ્યક્તિઓના નામના એટીએમ કાર્ડ કુલ 30 તથા ચેકબુક કૂ8ળ 29 અને પેઢીના રબર સ્ટેમ્પ મોબાઈ, સીમકાર્ડ મળી આવેલા હતા આ તમામ બેન્ક ખાતાઓના ટ્રાન્સ્જેકશનની હિસ્ટ્રી મેળવતા છેલ્લા બે મહિનામાં જ કુલ 6 કરોડ 95 લાખ રૂપિયાનું ટ્રાંજેકશન થયું હોવાનું જણાયું હતું.

હાલ આ ખાતાઓમાં 24 લાખ 8 હજાર રૂપિયા મળી આવેલ છે અને તમામ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે આ તમામ રૂપિયા આ બંને ઇસમોએ ઉપાડી મુંબઈ ખાતે રહેતા નાઇઝીરિયન વ્યક્તિ રાફેલ એડેડીઓ ઇંકાને જામનગર તથા રાજકોટ થી આંગણિયા પેઢી મારફતે મોકલી આપેલ છે આ રૂપિયા નાઇઝીરિયન ગેંગ દ્વારા દેશમાં અલગ અલગ જગ્યાએ કોઈપણ રીતે ચિટિંગ કરીને મોકલેલ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news