GUJARAT CORONA UPDATE: અમદાવાદમાં આજે સૌથી મોટો કોરોના વિસ્ફોટ, ત્રીજી લહેરની ચિંતા વધી!

બીજી તરફ જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 580 એક્ટિવ કેસ છે. જે પૈકી 06 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 574 નાગરિકો સ્ટેબલ છે. 8,17,687 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જ્યારે 10100 નાગરિકોનાં કોરોનાને કારણે કુલ મોત થયા છે

GUJARAT CORONA UPDATE: અમદાવાદમાં આજે સૌથી મોટો કોરોના વિસ્ફોટ, ત્રીજી લહેરની ચિંતા વધી!

ગાંધીનગર : ગુજરાતમાં આજે રાજ્યનાં નવા 68 કેસ નોંધાયા છે. તો 43 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,687 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ વધીને 98.71 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 2,94,532 રસીના ડોઝ અપાયા હતા. 

બીજી તરફ જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 580 એક્ટિવ કેસ છે. જે પૈકી 06 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 574 નાગરિકો સ્ટેબલ છે. 8,17,687 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જ્યારે 10100 નાગરિકોનાં કોરોનાને કારણે કુલ મોત થયા છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) December 16, 2021

આજના કોરોના કેસના આંકડાઓની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરશનમાં સૌથી વધુ 20 કેસ નોધાયા છે, અને 9 લોકો ડિસ્ચાર્જ થયા છે. તેવી રીતે વડોદરા કોર્પોરેશનમાં 12 કેસ નોંધાયા છે અને 5 લોકો ડિસ્ચાર્જ થયા છે. સુરત કોર્પોરેશનમાં 9 કેસ અને 5 ડિસ્ચાર્જ, રાજકોટ કોર્પોરેશનમાં 7 કેસ, 3 ડિસ્ચાર્જ, ગાંધીનગરમાં 5 કેસ, 1 ડિસ્ચાર્જ, નવસારી 5 કેસ, જામનગર કોર્પોરેશનમાં 3 કેસ, 4 ડિસ્ચાર્જ, કચ્છમાં 2 કેસ, પાંચ ડિસ્ચાર્જ, વલસાડમાં 2 કે, ભરૂચમાં 1 કેસ અને 1 ડિસ્ચાર્જ, રાજકોટમાં 1 કેસ અને 3 ડિસ્ચાર્જ અને સુરતમાં 1 કેસ નોંધાયો છે. આ પ્રકારે કુલ 68 કેસ નોંધાયા છે. 

હેડ ક્લાર્કનું  પેપર લીક કરનાર માસ્ટર માઈન્ડના નામનો ખુલાસો

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 19ને પ્રથમ અને 833 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 8116 અને 72068 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 26436 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 187060 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 2,94,532 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,64,92,183 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news