• વલસાડ જિલ્લા પંચાયતની 38 બેઠકો અને તાલુકા પંચાયતની 158 બેઠકો માટે ચૂંટણી યોજાશે

  • વલસાડ જિલ્લા પંચાયતની કુલ 38  બેઠકો માટે 153 ફોર્મ ભરાયા

  • લસાડ તાલુકા પંચાયતની 32 બેઠકો માટે 114 ઉમેદવારીપત્રો ભરાયા


ઉમેશ પટેલ/વલસાડ :વલસાડ જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે પણ મોટી સંખ્યામાં ઉમેદવારો ફોર્મ ભરવા આવ્યા હતા. વલસાડમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની કુલ 196 બેઠકો પર 764 ઉમેદવારીપત્રો ભરાયા છે. અંતિમ દિવસે પણ મોટી સંખ્યામાં ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વલસાડ જિલ્લા પંચાયતની કુલ 38 બેઠકો અને વલસાડ જિલ્લાના 6 તાલુકા પંચાયતની કુલ 158 બેઠકો માટે ચૂંટણી યોજાઇ રહી છે. સાથે જ ઉમરગામ નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે ચૂંટણી યોજાઇ રહી છે. ત્યારે ઉમરગામ નગર પાલિકાના ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે પણ ભાજપ અને કોંગ્રેસના ફોર્મ ભરાવવામાં બાકી રહી ગયેલા ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા હતા. સાથે જ કેટલીક બેઠકો પર અપક્ષ ઉમેદવારો પણ ફોર્મ ભરવા માટે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. આમ વલસાડ જિલ્લામાં અંતિમ દિવસે પણ ફોર્મ ભરવા માટે ઉમેદવારોની તાલુકા મથકો પર ભીડ જોવા મળી હતી. અંતિમ દિવસે પણ ઉમેદવારી પત્રો ભરવા ઉમેદવારોનો રાફડો ફાટયો હતો.


આ પણ વાંચો : મોબાઈલ પર ગેમ રમતા બાળકને ચોરે બનાવ્યો ટાર્ગેટ, જોતજોતામાં લઈને ફરાર થઈ ગયો


વલસાડ જિલ્લાની વલસાડ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની કુલ 196 બેઠકો માટે 764 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા છે. એક નજર કરીએ તો, વલસાડ જિલ્લા પંચાયતની કુલ 38  બેઠકો માટે 153 ફોર્મ ભરાયા છે. તાલુકા પંચાયતોની વાત કરીએ તો, વલસાડ તાલુકા પંચાયતની 32 બેઠકો માટે 114 ઉમેદવારીપત્રો ભરાયા છે. 


  • પારડી તાલુકા પંચાયતની 22 બેઠકો માટે 78 ઉમેદવારીપત્રો

  • વાપી તાલુકા પંચાયતની 20 બેઠકો માટે 69 ઉમેદવારીપત્રો 

  • ઉમરગામ તાલુકા પંચાયતની 30 બેઠકો માટે 122 ઉમેદવારી પત્રો

  • કપરાડા તાલુકા પંચાયતની 30 બેઠકો માટે 124 ઉમેદવારી પત્રોની સાથે

  • ધરમપુર તાલુકા પંચાયતની 24 બેઠકોની પર 104 ઉમેદવારીપત્રો ભરાયા છે


આ પણ વાંચો : ભાઈ...ભાઈ... સિંહોની શાહી સવારી આવી, 11 ડાલામથ્થા એકસાથે નીકળી પડ્યા... 


સાથે જ ઉમરગામ નગરપાલિકાના 7 વોર્ડની કુલ 28 બેઠકો પર 111 ઉમેદવારીપત્રો ભરાયા છે. આમ, વલસાડ જિલ્લામાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી લડવા માટે ઉમેદવારોનો જાણે રાફડો ફાટ્યો છે. જો કે જિલ્લામાં સીધી ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોવા મળી રહી છે.