ભાઈ...ભાઈ... સિંહોની શાહી સવારી આવી, 11 ડાલામથ્થા એકસાથે નીકળી પડ્યા...

ભાઈ...ભાઈ... સિંહોની શાહી સવારી આવી, 11 ડાલામથ્થા એકસાથે નીકળી પડ્યા...
  • ગિરનાર નેચર સફારીમાં એક સાથે 11 સિંહ જોવા મળ્યા છે. એક સાથે 11 સિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
  • ધોરાજીના છાડવાવદર ગામની સીમમાં કૂતરા સાથે ઘુરકિયા કરતો સિંહનો વીડિયો સામે આવ્યો

ઝી મીડિયા/બ્યૂરો :પ્રાણીઓના વીડિયો તો વાયરલ થતા વાર નથી લાગતી. પ્રાણીઓની અદભૂત અદાઓના વીડિયો સોશિયલ મીડિયા પર પોપ્યુલર છે. આવામાં ગીરના સિંહોની વાત કરીએ તો ગીરના જંગલની આસપાસ વિસ્તારમાં રહેતા લોકો માટે સિંહોની અવરજવર સામાન્ય વાત છે. અહીં ગમે ત્યારે સિંહો આવી ચઢે છે. ત્યારે અનેક લોકો સિંહોના વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂકતા હોય છે. આવામાં ક્યારેક સિંહોની એવી હરકત કેદ થઈ જાય છે જે વાયરલ બની જાય છે. ગીરની આસપાસ એકલદોકલ સિંહો તો અનેકવાર જોવા મળે છે. પરંતુ જુનાગઢમાં એકસાથે 11 સિંહ એક ફ્રેમમાં કેદ થયા છે. 

રસ્તા પર ટહેલતા જોવા મળ્યાં 11 સિંહ 
જુનાગઢનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક સાથે 11 સિંહ જોવા મળ્યા છે. કોરોનાકાળ બાદ હવે ગિરનાર નેચર સફારી શરૂ થઈ છે. ત્યારે પ્રવાસીઓનું સિંહ દર્શન પણ શરૂ થયું છે. આવામાં ગિરનાર નેચર સફારીમાં એક સાથે 11 સિંહ જોવા મળ્યા છે. એક સાથે 11 સિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આવો અદભૂત નજારો જ્વલ્લે જ જોવા મળતો હોય છે. ત્યારે સફારીમાં નીકળેલા લોકો માટે આ ક્ષણ ખાસ બની રહી હતી. ઉલ્લેખનીય છે કે, ગિરનાર જંગલમાં 50 જેટલા સિંહો વસવાટ કરે છે. જેમાંથી પ્રવાસીઓને 11 સિંહો એકસાથે જોવા મળ્યા હતા. 

No description available.

ધોરાજીમાં સિંહના કૂતર સામે ઘૂરકિયાં 
તો ધોરાજીના છાડવાવદરમાં પણ અનોખો નજારો જોવા મળ્યો હતો. ગીરના સિંહ ધોરાજીના છાડવાવદર ગામે આવી પહોંચ્યા હતા. ત્યાં ગામની સીમમાં કૂતરા સાથે ઘુરકિયા કરતો સિંહનો વીડિયો સામે આવ્યો છે. કૂતરો સિંહની સામે થતો હોય તેવો વીડિયો કોઈ સ્થાનિકે બનાવ્યો હતો. જે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સિંહે ગામની નજીક ખેતરમાં ભેંસનું મારણ કર્યું હતું. ગામમાં સિંહના આંટાફેરા વધી જવાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. એક તરફ હાલ ખેતીની મોસમ ચાલી રહી છે. જેથી ગામ લોકોને ખેતી કામ કરવા રાત્રિ દરમિયાન ખેતરે જવામાં ભય લાગી રહ્યો છે. ગામમાં સિંહોના આંટાફેરા વધતા સ્થાનિકોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. તો વન વિભાગ ઘટના સ્થળે આવી સિંહના નિશાન જોઈ સિંહ હોવાની પુષ્ટિ કરી હતી. ફોરેસ્ટ વિભાગ દ્વારા સિંહનું લોકેશન મેળવવાની કામગીરી હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news