Valsad News ઉમેશ પટેલ/વલસાડ : વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં અજીબ ઘટના બની છે. પારડી તાલુકામાં બ્યૂટી પાર્લરમાં ગયેલી પટેલ પરિવારની માતા સહિત બે દીકરી ગુમ થયા છે. 3 દીકરી ઓ પૈકી મોટી દીકરીના લગ્નની તૈયારીઓ પરિવારમાં ચાલી રહી હતી. લગનને 5 દિવસ બાકી હતા, જેને લઈ માતા અને 2 દીકરી લગ્ન માટે બ્યૂટી પાર્લરમાં તૈયાર થવા ગયા હતા. માતા મજુલા બેન અને બે દીકરી હિરલ અને સાલીની ગુમ થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પરિવારે પારડી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ખેરલાવ સામર ફળિયામાં રહેતા રસિકભાઈ રડકાભાઈ પટેલની ત્રણ દીકરીઓ પૈકી વચલી દીકરી હિરલના લગ્ન અંભેટી ખાતે નક્કી થયા હતા. આજથી બે દિવસ બાદ તારીખ 27 મે, 2023 ના રોજ લગ્ન લેવાના હોય તમામ તૈયારીઓ થઈ ગઈ હતી. આજે તારીખ 25 મે, 2023 ના રોજ ચાંદલાની વિધિ લેવાઈ હતી. આ વિધિ હોઈ પિતા રસિકભાઈ હોંશે હોંસે મંડપ બાંધવાની તૈયારી કરી રહ્યા હતા. અને એ જ સમયે માતા મંજુલા તથા બંને દીકરી હિરલ અને સાલીની ત્રણેય પિતા રસિકભાઈને અંબાચ બ્યુટી પાર્લરમાં જઈએ છીએ કહી ઘરેથી નીકળી હતી.


બાબા બાગેશ્વરના આગમન પહેલા વિજય રૂપાણીનું મોટું નિવેદન, રાજકોટમાં કહી આ વાત


ધોરણ-10ના પરિણામમાં સુરતીઓએ બાજી મારી, જુડવા ભાઈઓનું પરિણામ પણ એકસરખું


બીજી તરફ, સાંજ થવા છતાં ત્રણેય માતા પુત્રીઓ ઘરે પરત ફરી ન હતી. ત્રણેય લોકો પરત ન આવતા પિતા રસિકભાઈએ પુત્રી હિરલને મોબાઈલ ફોન લગાવ્યો હતો, જેથી તેનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. કંઇક અજુગતુ બન્યું હોવાનું સમજીને પરિવાર ટેન્શનમાં આવી ગયો છે.


પરિવારના ત્રણ લોકો એકસાથે ગુમ થતા સમગ્ર લગ્નનો માહોલ ગમગીનીમાં ફેરવાઈ ગયો છે. કુટુંબીઓ ત્રણેય માતા પુત્રીઓને શોધવામાં જોડાયા છે. અનેક જગ્યાએ સગા સંબંધીઓના ઘરે શોધવામાં આવી રહ્યાં છે. આખરે થાક્યા બાદ પિતા રસિકભાઈએ આજે પારડી પોલીસ સ્ટેશન આવી આ ત્રણેય માતા પુત્રીઓ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.


બાગેશ્વર બાબાનો આજથી ગુજરાતમાં દરબાર ભરાશે, આવું છે પ્રવચનનું 10 દિવસનું શિડ્યુલ


પાટીદારોએ બંધ કરી ‘કવર’ પ્રથા : આટલા પ્રસંગોમાં હવે નહિ થાય રૂપિયાનો વહેવાર