ચેતન પટેલ/સુરત: અમરોલી વિસ્તારમાં તેલના વિક્રેતાઓને ત્યાં તોડ કરવાના મામલામાં બે ઈસમો ઝડપાયા હતા. એક કથિત પત્રકાર બની તેમજ એક NGOના નામે ધમકી મારી તોડ કર્યો હતો. જેમાં અત્યાર સુધી 5 જેટલા વેપારીઓએ મળી કુલ 4.80 લાખ રૂપિયા આપ્યા હોવા છતાં વધુ રૂપિયા માંગતા પોલીસ ફરિયાદ કરાઈ હતી. વેપારીઓના તેલને બદનામ કરી માર્કેટમાં નામ ખરાબ કરવાની ધમકી આપી ખંડણી પેઠે રૂપિયા લીધા હતા. હાલ બનેને અમરોલી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

EXPLAINER: ગુજરાતમાં કઈ રીતે મળશે OBCનો લાભ, જાણી લો ગણિત અને ભલામણો


સુરત શહેરમાં અવારનવાર વિવિધ ધાક ધમકી આપી લોકો સાથે તોડ થવા ના કિસ્સાઓ વધી રહ્યા છે. તેવામાં સુરત શહેરના અમરોલી વિસ્તારમાં ખાદ્ય તેલના વિક્રેતાઓને ત્યાં ધાકધમકી આપી બે ઈસમો દ્વારા રૂપિયા 4.80 લાખનો તોડ કર્યો હતો. આ બને ઈસમો અલગ અલગ તેલની ફેકટરી પર જઈને NGOનું કાર્ડ બતાવી તેમજ પત્રકાર હોવાનું જણાવી ફૂડ વિભાગ માં અરજી કરી તેલનું લેબ કરાવતા હતા. 


વાહ! ચંદ્ર પર ઓક્સિજન છે, રોવર પ્રજ્ઞાને અન્ય મહત્વપૂર્ણ તત્વો શોધ્યા, જાણો વિગત


લેબના રિપોર્ટ આવે તે પહેલાં જ તે અન્ય વેપારીઓ પાસે જતા હતા અને કહેતા હતા કે આ કંપનીનું તેલ ખરીદવું નહીં કારણ કે તેના પર કેસ ચાલે છે. જે તેલમાં ભેળસેળ કરે છે તેવું જણાવતા હોવાથી નાના વેપારીઓએ આ તેલના વિક્રેતાઓ પાસેથી તેલ ખરીદવાની બંધ કરી દીધું હતું. જેથી પાંચ જેટલા વેપારીઓએ વેપારમાં નુકશાન જવાની ભીતિથી બને ઈસમ હરીશ રાવત અને રણજિત સોલંકીને આ બધું બંધ કરવા માટે જણાવ્યું હતું. જેથી બંને એ 4.80 લાખ માંગ્યા હતા અને પાંચ જેટલા વેપારીઓ એ રૂપિયા આપી દીધા હતા.


પ્રેમ ઉભરાયો: ગુજરાતમાં દરેક પાર્ટી કેમ કરી રહી છે OBC OBC, આ છે જ્ઞાતિ સમીકરણો


જોકે ત્યારબાદ પણ વધુ રૂપિયા ની માંગ કરી તેમણે વેપારીઓ ને બદનામ કરવાનું ચાલુ રાખ્યું હતું. જેમાં હરીશ રાવત પોલીસ ફોકસ ન્યુઝ નામના પેપરનો પત્રકાર હોવાની ડંફાસ મારતો હતો. જ્યારે રણજીત સોલંકી માતૃભૂમિ NGOનો મંત્રી હોવાનું જણાવી બધાને ધમકી આપતો હતી. જેથી વેપારીઓ એ કંટાળી આખરે અમરોલી પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી બને ઈસમ હરીશ રાવત અને રણજીત સોલંકી ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


આ વિસ્તારોમાં છે રક્ષાબંધનના દિવસે વરસાદની આગાહી! જાણો 7 દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ