જય પટેલ/વલસાડ :કોરોના વાયરસ (Coronavirus) નું સંક્રમણ વિશ્વના અનેક દેશોમાં ફેલાઈ ચૂક્યું છે. આ કારણે અનેક લોકો કોઈને કોઈ દેશોમાં ફસાયા છે. કોઈ વિદ્યાર્થી છે, તો કોઈ મીટિંગ માટે, તો કોઈ ફરવા ગયા હતા, જેઓ લોકડાઉનને કારણે અટવાયા છે. ત્યારે વાપી શહેરનું એક નવપરણીત કપલ હાલ ઓસ્ટ્રેલિયામાં ફસાયુ છે. આ તબીબ કપલ હનિમૂન માટે ઓસ્ટ્રેલિયા ગયું હતું, અને લોકડાઉનને કારણે ગત એક મહિનાથી ફસાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આખું ગુજરાત ફેરવાયું અગનગોળામાં, 5 શહેરોનું તાપમાન 43 ડિગ્રીથી વધુ


હનિમૂન પર ગયેલ નવપરણિત તબીબ દંપતી હાલ ઓસ્ટ્રેલિયાના એક ટાપુ પર ફસાયું છે. વાપીનું તબીબ દંપતી લગ્ન બાદ હનિમૂન પર ઓસ્ટ્રેલિયા નજીક આવેલ વનુઆતું ટાપુ પર ગયું હતું. 15 માર્ચે તેઓ વાપીથી ઓસ્ટ્રેલિયા જવા રવાના થયા હતા અને 24 માર્ચે તેઓ પરત ફરવાના હતા. તેઓ ભારત આવવા નીકળે તે પહેલા જ લોકડાઉનની જાહેરાત થઈ હતી અને આ કારણે આ કપલ હવે ટાપુ પર જ ફસાયું છે. એક મહિનાથી લાંબા સમયથી lockdownને કારણે તબીબ દંપતી ભારત પરત આવી શકતુ નથી. તો બીજી તરફ, તબીબ દંપતીના વાપીમાં રહેતા પરિવારજનો પણ ચિંતિત બન્યા છે. ટાપુ પર ફસાયેલા તબીબ દંપતીએ વીડિયો વાયરલ કરી સરકાર પાસેથી મદદ માંગી છે. વીડિયોમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ મદદ માટે આજીજી કરી છે. આ તબીબ દંપતી વાપી અને વલસાડની જાણીતી હોસ્પિટલમાં ફરજ બજાવે છે. 


ગુજરાત કોરોનાના વિસ્ફોટ પર, એક દિવસમાં નવા 308 કેસનો રાફડો, અમદાવાદમાં જ 234


15 લાખની વસ્તી ધરાવતા અમરેલી જિલ્લાને કોરોના અડી પણ ન શક્યો, કારણ કે...


તો બીજ તરફ, ગુજરાતના એક હજાર વિદ્યાર્થીઓ યુરોપના બેલારુસમાં ફસાયા હતા. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિદ્યાર્થીઓ ફસાયા છે. બેલારૂસની અલગ અલગ 4 યુનિવર્સિટીમાં આ વિદ્યાર્થીઓ ફસાયા છે. વિદ્યાર્થીઓના વાલીઓએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને અનેકવાર રજૂઆતો કરી છે. સરકાર દ્વારા ભારત લાવવા માટે અત્યાર સુધી કોઈ વ્યવસ્થાઓ નથી કરવામાં આવી. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અનેક આગેવાનો અને અધિકારીઓને વાલીઓએ રજુઆત કરી છે. બેલારુસમાં મેડિકલના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. વિદ્યાર્થીઓએ સરકારને અરજી કરતો વીડિયો વાયરલ કર્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર