Veer Narmad University : દક્ષિણ ગુજરાતના જાણીતી વીર નર્મદ યુનિવર્સિટી તેના 55 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર મરણોપરાંત ડિગ્રી આપવા જઈ રહી છે. નર્મદ યુનિ.ના ૫૫માં પદવીદાન સમારોહમાં 17,375 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થશે. જેમાં મૃત પ્રોફેસરને મરણોપરાંત ડિગ્રી આપવામાં આવશે. તેમના જુડવા દીકરાઓના આ ડિગ્રી એનાયત કરાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાઇવા બાકી હતા ને પ્રોફેસરનું મૃત્યુ
નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે.એન.ચાવડાના માર્ગદર્શન હેઠળ વર્ષ-૨૦૨૦ માં મોહિતકુમાર પ્રકાશચંદ્ર પીએચ.ડીનો અભ્યાસ કરી રહ્યા હતા. સુરતની બરફીવાલા કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર પ્લાસ્ટિક વિષય પર ખાસ રિસર્ચ કરી રહ્યા હતા. અભ્યાસ દરમ્યાન તમામ સંશોધન પૂર્ણ કરીને પીએચ.ડીનો થીસીસ પણ તૈયાર કરી લીધો હતો. આ દરમ્યાન જ તેમને બ્રેઇન સ્ટોક આવતા સારવાર દરમ્યાન અવસાન થયુ હતુ. પ્રોસેફરે થીસીસ તૈયાર કર્યો હોવાથી આખી બાબત એકેડમીક કાઉન્સીલમાં લઇ જવાઇ હતી. અને એકેડમીક કાઉન્સીલની બેઠકમાં આ વિદ્યાર્થીને મરણોતર પીએચ.ડીની ડિગ્રી એનાયત કરવાનો નિર્ણય લેવાયો હતો. આગામી ૨૬ મી ફેબુ્રઆરીના રોજ યોજનારા પદવીદાન સમારંભમાં વિદ્યાર્થીના બે સંતાનોને સ્ટેજ પર બોલાવીને પિતાની ડિગ્રી એનાયત કરવામાં આવશે.


ગુજરાતના વાતાવરણમાં મોટું સંકટ : એકસાથે ઠંડી, પવન અને વરસાદની આગાહી


આમ, જીવતા પ્રોફેસરે જોયેલું ડૉક્ટર બનવાનું સપનું અધુરું રહી ગયું હતું. ત્યારે યુનિવર્સિટી દ્વારા તેમના પરિવારને મણોપરાંત ડિગ્રી આપવાનું નક્કી કરાયું છે. યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં તેમના આખા પરિવારને આમંત્રિત કરાયો છે. તેમના જુડવા દીકરાઓના આ ડિગ્રી સમર્પિત કરાશે. આવુ પહેલીવાર હશે કે યુનિવર્સિટી મરણોપરાંત ડિગ્રી આપવા જઈ રહી છે. 


પાસિંગ માર્કસ 36 કરાયા 
સુરતની વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.વાત જાણે એમ છે કે, તાજેતરમાં યોજાયેલ યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં નવી શિક્ષણ પોલીસીમાં પાસિંગ માર્કસ 36 કરાયા છે. એટલે કે હવે વીર નર્મદ યુનિવર્સિટીમાં પાસ થવા વિદ્યાર્થીઓએ 36 માર્ક્સ મેળવવા પડશે. મહત્વનું છે કે, યુનિવર્સિટીના આ નિર્ણયથી એક માર્ક્સના કારણે નાપાસ થનાર હજારો વિદ્યાર્થીઓને લાભ થશે.અગાઉ 37 માકર્સએ પાસ કરવામા આવતા હતા.


ઍપલે કેમ આઇફોનને ચોખાની થેલીમાં સૂકવવાની ના પાડી, Apple ની iPhone યુઝર્સને વોર્નિંગ