ગુજરાતના વાતાવરણમાં મોટું સંકટ : એકસાથે ઠંડી, પવન અને વરસાદની આગાહી
Weather Update Today : રાજ્યના અનેક શહેરોમાં દિવસે ગરમી તો રાત્રે ઠંડીનો અહેસાસ..બેવડી સિઝનના પ્રહારથી લોકોની મુશ્કેલીમાં વધારો.. આ વર્ષે ઉનાળો આકરો રહેવાનાં એંધાણ..
Trending Photos
Gujarat Weather Forecast : ઉત્તર ભારતના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફરી એકવાર ગુજરાત પર સંકટ આવ્યું છે. ફરી એકવાર ગુજરાતનું વાતાવરણ બદલાયું છે. હવામાનના આ પલટાને કારણે ગુજરાતમાં મિશ્ર ઋતુ આવી ગઈ છે. એક તરફ ઠંડી અને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, તો બીજી તરફ, વરસાદની આગાહી આવી છે. ફેબ્રુઆરીમાં ફરી એકવાર માવઠાનું સંકટ આવીને ઉંબરે ઉભું છે.
ઉત્તર ભારતમાં ગાજવીજ સાથે વરરસાદની આગાહી
દેશના કેટલાક રાજ્યોમાં ફરી વરસાદની આગાહી આવી છે. હવામાન વિભાગે 10 થી વધુ રાજ્યોમાં યલો એલર્ટ આપ્યું છે. આ રાજ્યોમાં ભારે વરસાદ અને હિમવર્ષાની આપવામાં આવી ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને, ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ સાથે કરાં પડવાની સંભાવના છે. તો પૂર્વ ભારતની આસપાસનાં વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વર્ષાની સંભાવના છે. ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા થવાની શક્યતા છે. પશ્ચિમ બંગાળ, સિક્કીમ અને અરૂણાચલ પ્રદેશમાં ભારે વરસાદ સાથે કરા પડવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે 24થી 26 ફેબ્રુઆરી સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અરૂણાચલ પ્રદેશમાં આજે ભારે વરસાદ પડવાની શક્યતા છે. આસામ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને મેઘાલયમાં હિમવર્ષાની સંભાવના છે. તો કિન્નૌર, લાહોલ સ્પિતિ, શીમલા, ચંબા ને કુલ્લુ વિસ્તારોમાં હિમસ્ખલનની ભીતિ છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગુજરાત પર શું અસર થશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યુ છે કે, 24, 25 અને 26માં વાદળવાયું આવશે. 28-29 તારીખમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેની અસર છેક માર્ચ મહિના સુધી રહેવાની શક્યતા રહેશે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ છે કે, માર્ચ મહિનાની ચોથી તારીખથી વધુ ગરમી પડશે. આ ગરમીના કારણે અરબ સાગરનો આવતો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ થવાની સંભાવના રહેશે. માર્ચના પ્રથમ પંદર દિવસ તો મધ્ય ગુજરાતમાં વડોદરા વગેરે ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીને પાર કરી જવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ગરમી પડશે.
અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહીમાં જણાવ્યુ કે, તારીખ 7, 8 અને 9 માર્ચ ત્યાર બાદ 11થી 14 તારીખ દરમિયાન હવામાનમાં પલટો આવશે. માર્ચ મહિનાના પ્રથમ પંદર દિવસમાં હવામાનમાં પલટો આવતાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે. કમોસમી વરસાદ થશે. કરા પડવાની શક્યતા રહેશે. માર્ચ મહિનામાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે કચ્છના ભાગો, ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના અમુક ભાગમાં વરસાદ થઇ શકે છે. બનાસકાંઠાના ભાગો, કચ્છના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા વધુ રહેશે.
ગુજરાતમાં છુટાછવાયા વરસાદની પણ આગાહી છે. અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરતા જણાવ્યું હતું કે, વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે જેની અસર ઉત્તર ગુજરાતના ભાગોમાં થશે. ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં છાંટાછૂટી થવાની શક્યતા રહેશે. આ દિવસોમાં પવનની ગતિ પણ વધારે રહેશે.ત્રણથી પાંચ માર્ચ દરમિયાન મુંબઈના ભાગો સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 5થી 7 માર્ચમાં ગુજરાતના ભાગોમાં વાદળો આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે