Vibrant Gujarat 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 જાન્યુઆરીએ બે દિવસની ગુજરાત મુલાકાતે આવશે. વડાપ્રધાન વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં હાજરી આપીને તેમની મુલાકાત દરમિયાન બીજા દિવસે સમિટની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન પણ કરશે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે અમદાવાદ અને ગાંધીનગરમાં તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સરકાર આ સમીટથી મોટી આશાઓ લઈને બેઠી છે. એવા અંદાજો છે કે આ સમીટ બાદ ગુજરાતમાં રોકાણમાં જબરદસ્ત વધારો થશે. આ સમીટમાં નવા રેકોર્ડ બને તો પણ નવાઈ નહીં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાના કારણે ચાર વર્ષ બાદ વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 જાન્યુઆરીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ માટે ગુજરાતની મુલાકાતે આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 જાન્યુઆરીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરતાં પહેલાં વૈશ્વિક વેપાર શોમાં હાજરી આપશે. આ પછી બીજા દિવસે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વભરમાંથી આવનારા ઉદ્યોગપતિઓ અને રોકાણકારોને સંબોધિત કરશે. કોરોનાના કારણે ચાર વર્ષ બાદ વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. છેલ્લી સમિટ 2019માં યોજાઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન તરીકે રોકાણકારોને ગુજરાતમાં લાવવાની કલ્પના કરીને આ સમિટની શરૂઆત કરી હતી. આ વખતની સમિટ માટે વિશ્વના 28 દેશો ભાગીદાર બન્યા છે અને 14 સંસ્થાઓ સહયોગી બની છે.


સવારે પૂજા, સાંજે જીમ : હનુમાન મંદિરના પૂજારી બન્યા વેઈટ લિફ્ટિંગ સ્પર્ધાના ચેમ્પિયન


લોકસભા પહેલાંની વાઈબ્રન્ટ સમીટ ઘણી અગત્યની
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિ ઘણી રીતે મહત્વપૂર્ણ છે. સમિટના 20 વર્ષ પૂરા થવા પર આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિકાસમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટના યોગદાનને રેખાંકિત કર્યું હતું. સમિટ ઓફ સક્સેસ પ્રોગ્રામમાં પીએમ મોદીએ સમિટમાં અવરોધો ઉભી કરવા માટે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારની પણ ટીકા કરી હતી. આ સમિટમાં રોકાણનો નવો રેકોર્ડ સર્જાય તેવી અપેક્ષા છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં અનેક મોટી જાહેરાતો થવાની શક્યતા છે. મૂડીરોકાણને આકર્ષિત કરવાના સાહસિક નિર્ણયમાં ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવી લીધી છે. તેની અસર આ સમિટમાં પણ જોવા મળી શકે છે.


ટ્રકનું પૈડું ફરી વળતા 6 વર્ષના બાળકનો હાથ કપાયો, લાઈવ અકસ્માત કેમેરામાં કેદ થયો


EV અને સેમિકન્ડક્ટર કંપનીઓ આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 જાન્યુઆરીની સાંજે ગ્લોબલ ટ્રેડ શોમાં ભાગ લેશે. આ પછી તેઓ ગાંધીનગરના રાજભવનમાં રાત્રે રોકાશે. બીજા દિવસે તેઓ મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત સમિટને સંબોધશે. 9 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી સમિટની 10મી આવૃત્તિ માટે અમદાવાદ અને ગાંધીનગરની તમામ હોટેલો ફૂલ થઈ ગઈ છે. સમિટમાં તમામની નજર ગુજરાતના ઓટો સેક્ટર પર છે. આ સમિટમાં ટેસ્લાના ગુજરાતમાં આગમનની જાહેરાત થઈ શકે છે. આ સિવાય મારુતિ અને અન્ય EV વાહન મેન્યુફેક્ચરિંગ કંપની તરફથી મોટી જાહેરાતની અપેક્ષા છે. આ સિવાય સેમિકન્ડક્ટર કંપનીઓ પણ મોટી જાહેરાતો કરી શકે છે. ગુજરાતમાં આ વાઈબ્રન્ટ સમીટ રોકાણને નવા ચાર ચાંદ લગાવી શકે છે.


બહારની કેક અને પેસ્ટ્રી ચાંઉથી ખાતા હોય તો સાવધાન, જોઈને ચીતરી ચઢે એવી કેક વેચાતી