ટ્રકનું પૈડું ફરી વળતા 6 વર્ષના બાળકનો હાથ કપાયો, લાઈવ અકસ્માત કેમેરામાં કેદ થયો
Surat Accident : સુરતની ડિંડોલી વિસ્તારમાં ટ્રની અડફેટે 6 વર્ષના બાળકનો હાથ કપાયો... 6 વર્ષનો આ બાળક 7 બહેનો વચ્ચે એકનો એક ભાઈ છે
Trending Photos
Surat News : બેફામ ટ્રક ચાલકો હવે ક્યારે અટકશે? સુરતમાં વધુ એકવાર બેફામ ટ્રક ચાલકે બાળકને અડફેટે લીધો છે. બાળક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અચાનક પૂરપાડ ઝડપે આવી રહેલા ટેમ્પો અડફેટે લીધો હતો. ટ્રક ચાલકની અડફેટે 6 વર્ષીય બાળકનો હાથ કપાયો છે. મંદિરે દર્શન કરી પરત ફરી રહેલા બાળકને ટ્રકે ફંગોળ્યો હતો. જેમાં ટ્રકનું આગળનું ટાયર બાળકના હાથ પર ફરી વળ્યું હતું. ઈજાગ્રસ્ત બાળક હાલ સારવાર હેઠળ ખસેડાયો છે. 7 બહેનો વચ્ચેના એકના એક ભાઈની આવી હાલત જોઈ આખો પરિવાર ચિંતામાં મૂકાયો છે.
સુરતના ડીંડોલી વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક 6 વર્ષનો બાળક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અચાનક ટેમ્પો પૂર ઝડપે આવ્યો હતો અને બાળકને અડફેટે લીધો હતો. ટેમ્પાનુ એક ટાયર બાળકના હાથ પર ફરી વળ્યુ હતું. આગળનું પૈડું બાળકના હાથ પર ચઢાવી દેતા બાળકનો એક હાથ શરીરથી છૂટ્ટો પડી ગયો હતો.
વ્હાલસોયા દીકરાની આવી હાલત જોઈ પરિવાર આઘાતમાં મૂકાયો છે. 6 વર્ષનો આ બાળક 7 બહેનો વચ્ચે એકનો એક ભાઈ છે. માતાની પણ હાલત ગંભીર હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો પિતા કલરકામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. એકના એક દીકરા સાથે આ બનાવ બનતા પરિવારના માથે આભ તુટી પડ્યું છે.
CCTV : રસ્તો ક્રોસ કરી રહેલા બાળકને અચાનક પૂરપાડ ઝડપે આવી રહેલા ટેમ્પો અડફેટે લીધો, ટ્રક ચાલકની અડફેટે 6 વર્ષીય બાળકનો કપાયો હાથ#CCTV #video #accident #hitandrun #Surat #Gujarat #ZEE24kalak pic.twitter.com/dJC9SvN3Gm
— Zee 24 Kalak (@Zee24Kalak) January 3, 2024
અકસ્માતના સીસીટીવી જોઈ અરેરાટી થશે
અકસ્માતના દર્દનાક સીસીટીવી સામે આવ્યા છે. બાળકની ગંભીર હાલતથી માતાનો જીવ અધ્ધર થઈ ગયો છે. ઘટના બાદ લોકોએ ચાલકને ઝડપી ગાડીમાં તોડફોડ કરી હતી. તો પોલીસે ઘટના સ્થળેથી ડ્રાઈવરને ઝડપી પાડ્યો છે. સવાલ એ છે કે, જાહેર માર્ગ પર બેફામ રીતે ફરતા ટ્રક ચાલકો પર ક્યારે રોક લાગશે. અનેક લોકોના જીવ ગયા બાદ પણ કેમ બેફામ ચાલકો પર લગામ લાગી નથી. અવાર નવાર બેફામ ટ્રક ચાલકો અકસ્માત સર્જે છે.
હજી ગત મહિને જ બની હતી આવી ઘટના
હજી ગત મહિને જ આવી જ એક ઘટના બની હતી, જેમાં બાળકનો હાથ લિફ્ટમાં ફસાઈ જતા એક હાથ કપાયો હતો. સુરતના વેસુ વિસ્તારમાં બાળક સાથે અકસ્માત સર્જાયો છે. લિફ્ટની મોટરમાં હાથ આવી જતાં બાળકનો હાથ અલગ થઇ ગયો છે. અત્રે જણાવીએ કે, મોટરમાં હાથ આવી જતાં હાથ શરીરથી અલગ થઇ ગયો છે. માતા બાળકને ટુવાલમાં વીંટાળી લીફ્ટમાં સામાન ચડાવી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે