સવારે પૂજા, સાંજે જીમ : હનુમાન મંદિરના પૂજારી બન્યા વેઈટ લિફ્ટિંગ કોમ્પિટિશનના ચેમ્પિયન

Surat News ચેતન પટેલ/સુરત : સુરત શહેરના હનુમાનજીના મંદિરના પૂજારીએ મેળવ્યા ગોલ્ડ અને બ્રેન્ઝ મેડલ. 10મી વર્લ્ડ  સ્ટ્રેન્થલીફ્ટિંગ અને બેન્ચ પ્રેસના 76 વેઇટ કેટેગરીમાં મેળવ્યા મેડલ... 49 વર્ષના પૂજારી વંદન વ્યાસ સવારે મંદિરમાં કરે છે પૂજા સાંજે જીમમાં 4 કલાક કરે છે પ્રેક્ટિસ 

સવારે પૂજા, સાંજે જીમ : હનુમાન મંદિરના પૂજારી બન્યા વેઈટ લિફ્ટિંગ કોમ્પિટિશનના ચેમ્પિયન

Hyderabad 10th World Strength-lifting Competition : શહેરના 400 વરસ જુના હનુમાનજીના મંદિરના પૂજારી 49 વર્ષિય વંદન વ્યાસે હૈદરાબાદ ખાતે યોજાયેલી 10મી વર્લ્ડ  સ્ટ્રેન્થલીફ્ટિંગ અને બેન્ચ પ્રેસના 76 વેઇટ કેટેગરીમાં ગોલ્ડ મેડલ અને બ્રોન્ઝ મેડલ હાંસિલ કર્યો છે. સવારે મંદિરમાં મંત્રોચ્ચાર અને પૂજા પાઠ કરનાર આ હનુમાનજીના પૂજારી સાંજના સમયે જીમ જઈ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્ટ્રેન્થલીફ્ટિંગ અને બેન્ચ પ્રેસ માટે ચાર કલાક પ્રેક્ટિસ કરે છે.

હૈદરાબાદ ખાતે યોજાયેલી 10મી વર્લ્ડ  સ્ટ્રેન્થલીફ્ટિંગ અને બેન્ચ પ્રેસ ચેમ્પિયનશિપ 2023 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેમ્પિયનશિપમાં દુનિયાભરના 18 દેશોના લોકોએ ભાગ લીધો હતો. સાથે ભારત દેશના અલગ અલગ રાજ્યના લોકોએ પણ આ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. ત્યારે સુરત શહેરમાંથી કુલ 18 લોકોએ પાર્ટીસિપેટ કર્યું હતું. 

surat_pujari_zee.png

વંદન વ્યાસે માસ્ટર - 2 (76 kg) ની કેટેગરીના સ્ટ્રેન્થલીફ્ટિંગમાં ગોલ્ડ મેડલ અને બેન્ચ પ્રેસમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. અગાઉ પણ વંદન વ્યાસે નેશનલ, સ્ટેટ ચેમ્પિયનશિપમાં વિવિધ કેટેગરીમાં ગોલ્ડ અને સિલ્વર તેમજ બ્રોન્ઝ મેડલ હાંસિલ કર્યા છે.

surat_pujari_zee6.png

49 વર્ષની ઉમરમાં પુજારી વંદન વ્યાસને ત્રણ મહિના અગાઉ શોલ્ડર ઈન્જરી થઈ હતી. આજ વર્ષે ઉદયપુર ખાતે આયોજિત રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં લિફ્ટિંગ કરતી વખતે તેમને હાથમાં ઈજા થઈ હતી. ઈન્જરી હોવા છતાં પણ ફિઝિયોથેરાપિસ્ટની સલાહથી આ ચેમ્પિયનશિપ માટે તૈયારીઓ શરૂ કરી હતી. 

surat_pujari_zee5.png

ભટાર ટર્નિંગ પોઇન્ટ સ્થિતિ જીમનેશન ફિટનેસ હબમાં સતત ત્રણ મહિના સુધી મહેનત કરી દરરોજ ત્રણ કલાકની ટ્રેનીંગ કોચ પ્રદીપ મોરે અને જીતેશ જાવરે પાસેથી લીધી છે. પોતાની મહેનતથી આ ગોલ્ડ મેડલ અને બ્રોન્ઝ મેડલ હાંસિલ કર્યો છે. જે સુરત શહેર માટે ગર્વની વાત છે. આવનારા વર્ષોમાં વર્લ્ડ રેકોર્ડ માટેની તૈયારીઓ પણ વંદન વ્યાસ દ્વારા શરૂ કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news