બ્રિજેશ દોષી/ ગાંધીનગર: ગુજરાતમાં 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 માટે રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી હોવાની માહિતી મળી રહી છે. રાજ્યના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 16 સભ્યોની કોર કમિટીની રચના પણ કરી દેવામાં આવી છે. ગુજરાત ગ્લોબલ સમિટ-2022ના સમગ્ર કાર્યક્રમના આયોજન માટે કોર કમિટીની રચના કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. કોર કમિટીની નીચે એક એક્ઝિક્યુટિવ કમિટીની રચના પણ કરવામાં આવી છે. મુખ્ય સચિવની અધ્યક્ષતામાં 16 સભ્યોની એક્ઝિક્યુટિવ કમિટીની રચના કરાતા હવે ચોક્કસપણે 2022માં ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવાના એંધાણ આપી દીધા છે. તમામ આયોજનો સફળ બનાવવા સમિતિઓ પરામર્શ કરીને હવે આગામી નિર્ણય લેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે નોધનીય છે કે કોરોના કાળ બાદ ગુજરાત સરકાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું આયોજન કરવા માટે તૈયાર છે. રાજ્ય સરકાર આ મેગા ઈવેન્ટના આયોજનને આખરી ઓપ આપી રહી છે. રાજ્યમાં 10થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન ગાંધીનગરના મહાત્મામંદિર ખાતે વાયબ્રન્ટ સમિટ યોજાશે. નોંધનીય છે કે છેલ્લે 2019માં વાયબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઇવેન્ટ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજીને વાયબ્રન્ટ ગુજરાતના આયોજન અંગે માર્ગદર્શન આપ્યું હતું. 


હવે વિદેશવાળી! GST કચેરીમાં મહિલા કર્મચારીએ અધિકારીને ઓફિસમાં બધાની સામે તસતસતું ચુંબન કર્યું


કોરોના કાળ બાદ થશે વાયબ્રન્ટ સમિટનું આયોજન
હવે કોરોના સંકટ હળવું પડ્યા બાદ રાજ્ય સરકાર વાયબ્રન્ટ મેગા સમિટની તૈયારીઓ કરી રહી છે. ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિર ખાતે તેનું આયોજન કરવામાં આવશે. તો કોરોનાને જોતા આ વખતે વાયબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન વર્ચ્યુઅલી પણ કરવામાં આવી શકે છે. જે પાર્ટનર કન્ટ્રી રૂબરૂ હાજર ન રહી શકે તો વર્ચ્યુઅલી હાજરી આપી શકે છે.


ચકોર રહેજો! ખરીદી કરવા જાવ ત્યારે વ્હીલરને એકલું ન છોડતા, પોલીસે બનાવ્યો એવો એક્શન પ્લાન કે... 


મહત્વનું છે કે દર વખતે વાયબ્રન્ટ સમિટનો પ્રચાર માટે અને પાર્ટનર દેશોને આમંત્રણ આપવા માટે અધિકારીઓ વિવિધ દેશોના પ્રવાસે જતા હોય છે. પરંતુ આ વખતે કોરોનાને કારણે બધાને રૂબરૂ આમંત્રણ આપવા જવાની શક્યતા નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube