Surat માં મહિલા કર્મીનું અશોભનીય વર્તન: GST કચેરીમાં અધિકારીને સરેઆમ તસતસતું ચુંબન કર્યું

સુરતમાં આવેલી GST કચેરીમાં મહિલા કર્મચારીએ અધિકારીને તસતસતું ચુંબન કર્યું હતું. મહિલા કર્મીની અશોભનીય વર્તનથી ઓફિસમાં હાજર તમામ અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. મહિલા કર્મચારીની કરતૂતને કારણે અધિકારી ચેમ્બરમાં પ્રવેશ પર પ્રતિબદ્ધનો આદેશ પણ કરી દેવામાં આવ્યો છે.

 Surat માં મહિલા કર્મીનું અશોભનીય વર્તન: GST કચેરીમાં અધિકારીને સરેઆમ તસતસતું ચુંબન કર્યું

ઝી ન્યૂઝ/બ્યુરો: ભારતીય સંસ્કૃતિને હવે પશ્ચિમી સંસ્કૃતિનો પવન લાગી ગયો છે, તે હવે સુરતમાં સાબિત થઈ ચૂક્યું છે. સુરતમાં બનેલી આ ઘટના ચારેબાજુ ચર્ચાનો વિષય બની છે. સુરતમાં આવેલી GST કચેરીમાં મહિલા કર્મચારીએ અધિકારીને તસતસતું ચુંબન કર્યું હતું. મહિલા કર્મીની અશોભનીય વર્તનથી ઓફિસમાં હાજર તમામ અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. મહિલા કર્મચારીની કરતૂતને કારણે અધિકારી ચેમ્બરમાં પ્રવેશ પર પ્રતિબદ્ધનો આદેશ પણ કરી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં, પ્રેમમાં ગળાડૂબ મહિલાએ પોતાના મોબાઈલ સહિતના ગેજેટમાં પાસવર્ડ અધિકારીના નામનો રાખ્યો હોવાની વાત સામે આવી રહી છે.

આ વિશે જાણવા મળી રહ્યું છે કે જીએસટીના અધિકારી ઓફિસના કામ માટે મહિલા કર્મચારીને જરૂરી સૂચના આપવા કે મિટીંગ માટે અન્ય કર્મચારીને મળતા હોય તે જ પ્રમાણે મળવાનું થતું હોય છે, પરંતુ મહિલા સહકર્મચારીને દેખાવડા એવા અધિરારી પર પ્રેમ ઉભરાઈ આવતા હાલ તો પ્રેમ આફતરૂપ સાબિત થઈ રહ્યો છે, કારણ કે એક દિવસ ઓફિસ સમય દરમિયાન જ મહિા સહ કર્મચારી તેમની ઓફિસમાં જઈને અચાનક ચુંબન કરી લીધું હતું. આ ઘટનાથી ડઘાઈ ગયેલા અધિકારીએ તાબડતોડ ઓફિસની બહાર નીકળી ગયા હતા. 

ગુજરાતમાં તહેવારો ટાણે આજે કાતિલ કોરોનાએ એક્સિલેટર દબાવ્યું, શું તહેવારોમાં છૂટછાટ ભારે પડશે!

તે દિવસથી આજ દિવસ સુધી મહિલા સહ કર્મચારીને પોતાની ઓફિસમાં આવવા દેવાની જ ના પાડી દેવામાં આવી છે,  તેમ છતાં કામ માટે આવે તો તેમની સાથે અન્ય મહિલા કર્મચારી અને પુરુષ કર્મચારીને સાથે રાખીને જ પ્રવેશ આપવાની સૂચના આપવામાં આવી છે. તેના કારણે મહિલા કર્મચારી દ્વારા કરવામાં આ કરતૂત હાલ તો ચર્ચાનો વિષય બન્યો છે.

દાહોદની ડાકણનો વીડિયો થયો વાયરલ! અંધશ્રદ્ધાના ભૂતે તંત્રને દોડતું કર્યું

પ્રેમમાં ગળાડુબ મહિલાએ પાસવર્ડ અધિકારીના નામતો રાખ્યો
પ્રેમમાં પાગલ થયેલી મહિલા સહ કર્મચારીએ પોતાના કોમ્પ્યુટરનો પાસવર્ડ પણ જેના પ્રેમમાં ભાન ભૂલી સહ અધિકારીના નામે રાખ્યો હોવાની વિગતો જાણવા મળી છે, કારણ કે એક દિવસ કોમ્પ્યુટર બંધ થઇ જતા તેને રિપેર કરવા માટે માણસને બોલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને રિપેર કર્યા બાદ પાસવર્ડ જણાવવાની વાત કરતા આપવાની જ ના પાડી દીધી હતી, પરંતુ કોમ્પ્યુટર શરૂ કરવા માટે જરૂરી હોવાથી આખરે જાતે જ પાસવર્ડ ટાઇપ કર્યો હતો, પરંતુ જે અક્ષર ટાઇપ કર્યા તે અધિકારીના નામના હોવાની વાતો પણ ચર્ચાના ચગડોળે ચડી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news