Ahmedabad માં ખરીદી કરવા નીકળીતા પહેલા વાંચી લો, નહીં તો ટ્રાફિકમાં ચોક્કસ ફસાઈ જશો
અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા એ હવે કાયમી તકલીફ બની ગઈ છે. સામાન્ય દિવસોમાં પણ લોકોને ટ્રાફિકના કારણે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે તહેવારોમાં લોકો રસ્તા પર ખરીદી કરવા નીકળે ત્યારે આ મુશ્કેલીમાં વધારો થવો સ્વાભાવિક છે.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ: દિવાળી (Diwali)ના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે કોરોનાકાળ (Corona) બાદ બે વર્ષ પછી હર્ષોઉલ્લાસ સાથે લોકો દિવાળીની ખરીદી માટે રસ્તા પર મોટી સંખ્યામાં ખરીદી માટે નીકળતા નજરે પડે છે. જેના કારણે ટ્રાફિક (Traffic) સમસ્યા ઉદભવે એ સ્વાભાવિક છે. પરંતુ આવા સમયે ટ્રાફિક વિભાગ (Traffic Department) દ્વારા તેના નિવારણ માટે એક્શન પ્લાન (Action Plan) બનાવી લેવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા એ હવે કાયમી તકલીફ બની ગઈ છે. સામાન્ય દિવસોમાં પણ લોકોને ટ્રાફિકના કારણે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે તહેવારોમાં લોકો રસ્તા પર ખરીદી કરવા નીકળે ત્યારે આ મુશ્કેલીમાં વધારો થવો સ્વાભાવિક છે. ટ્રાફિક નિવારણ અને નિયમોનું પાલન કરાવવા એન્ફોર્સમેન્ટ માટે જાણીતો અમદાવાદ ટ્રાફિક વિભાગ આવા સમયે ટ્રાફિક પોલીસે એક્શન પ્લાન બનાવી ટ્રાફિક સમસ્યા નિવારવા અને પાર્કિંગ હળવું કરવાના પ્રયત્નો શરૂ કર્યા છે.
અમદાવાદમાં ટ્રાફિક વિભાગની ટીમો આડેધડ પાર્કિંગ કરી નાગરિકો ખરીદી કરવા જતા ન રહે તે અંગે વિશેષ ધ્યાન રાખવામાં આવશે. સાથે સાથે 16 ક્રેન, 3000 ફોર વ્હિલર ક્લેમ, 5 સ્પીડ ગનનો ઉપયોગ કરી દંડાત્મક કાર્યવાહી કરાશે. જે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસના 2 DCP, 5 ACP, 9 PI, 15 PSI, 2293 ટ્રાફિક પોલીસકર્મી, 1800 TRB અને 253 હોમગાર્ડની મદદથી ટ્રાફિક વ્યવસ્થા સાંભળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
એક તરફ ટ્રાફિક વિભાગ અવારનવાર ટ્રાફિક નિવારવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે. ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે ફરજિયાત દંડ ઉઘરાવવામાં પણ આવે છે. ત્યારે દિવાળીમાં ટ્રાફિક વિભાગ તેના માટે પણ સજ્જ હોવાનું અધિકારી માની રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે