વિજય રૂપાણીએ જેરૂસલામમાં ઇન્ડિયન હોસ્પિસની લીધી મુલાકાત, જાણો શું છે મહત્વ
ઇન્ડિયન હોસ્પિસનો ઇતિહાસ ૮૦૦ વર્ષ કરતા પણ વધુ સમયનો છે. ઇ.સ. ૧૨૦૦ થી ૧૩૦૦ના સમયમાં ચિશ્તી પરંપરાના સુફી સંત બાબા ફરીદએ જેરૂસલેમની પવિત્ર અક્સા મસ્જિદમાં ૪૦ દિવસની ઉપવાસ સેવા-સાધના કરી હતી.
અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇઝરાયેલ પ્રવાસના ચોથા દિવસે પવિત્ર શહેર જેરૂસલામમાં ૮૦૦ વર્ષ કરતા વધુ સમયથી ભારતીયો માટે વિસામો-વિરામ સ્થાન-ગેસ્ટ હાઉસ એવા ઐતિહાસિક ઇન્ડીયન હોસ્પિસની મૂલાકાત લઇ કૃતજ્ઞતા અનુભવી હતી. અત્રે ઉલ્લેખનીય છે છે કે ઇન્ડિયન હોસ્પિસનો ઇતિહાસ ૮૦૦ વર્ષ કરતા પણ વધુ સમયનો છે. ઇ.સ. ૧૨૦૦ થી ૧૩૦૦ના સમયમાં ચિશ્તી પરંપરાના સુફી સંત બાબા ફરીદએ જેરૂસલેમની પવિત્ર અક્સા મસ્જિદમાં ૪૦ દિવસની ઉપવાસ સેવા-સાધના કરી હતી. ત્યાર બાદથી જેરૂસલેમ થઈને મક્કા જતા ભારતીય શ્રદ્ધાળુઓનો પ્રવાહ વધવાથી બાબા ફરીદની યાદરૂપે એક પવિત્ર ધર્મસ્થળ, ઇન્ડિયન હોસ્પિસ અસ્તિત્વમાં આવી.
રૂપાણીએ ઇઝરાયલના મ્યુઝિયમની વિઝીટ બૂકમાં વ્યકત કરી લાગણી, જાણો શું લખ્યું
CM@israel :ઇઝરાયેલની આધુનિક એગ્રો ટેક્નોલોજીની મુલાકાત, ખેડૂતને સમૃદ્ધ કરવા પ્રતિબદ્ધ
મોહમદ મૂનિર અન્સારીને તેમની આ સામૂદાયિક સેવાથી વિદેશની ધરતી પર ભારત દેશની અસામાન્ય સેવાઓ માટે ર૦૧૧માં પ્રવાસી ભારતીયનું સન્માન પણ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવેલું છે. વિજય રૂપાણીએ ગુજરાત ડેલિગેશન સાથે આ ઇન્ડીયન હોસ્પિસની મૂલાકાત લેતાં જેરૂસલામની ભૂમિ પર પાછલા અનેક દશકોથી ભારતીય સંસ્કાર, સાંસ્કૃતિક વિરાસત અને સ્થાપત્યની પેઢી દર પેઢીથી સુપેરે સાચવણી અન્સારી પરિવારે કરી છે તે માટે અભિનંદન આપ્યા હતા.
વિજય રૂપાણી ગયા ઇઝરાયલ અને બદલાઈ જશે ગુજરાતનો એક કાયદો
તેમણે વિશ્વના કોઇ પણ ખૂણે વસતો ભારતીય પોતાની વતન ભૂમિના મૂલ્યો જાળવી રાખીને તે પ્રદેશના વિકાસ સાથે સકારાત્મકતાથી તાદાત્મ્ય સાધી લે છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આ અંસારી પરિવારે પુરૂં પાડયું છે એમ પણ જણાવ્યું હતું. વિજય રૂપાણીએ આ તકે ઇન્ડીયન હોસ્પિસમાં ૧રમી સદીમાં ૪૦ દિવસ સાધના કરનારા સૂફી સંત બાબા ફરીદીને પણ આદરાંજલિ પાઠવી હતી. જેરૂસલામ વિશ્વભરના કરોડો લોકો માટે પવિત્ર શહેર બન્યું છે ત્યારે ભારતીયો માટે ઇન્ડીયન હોસ્પિસ માદરે વતનની અનૂભુતિ કરાવતું વિશ્રામ ધામ છે.