Gujarat Vidhansabha : દર બે વર્ષે ગુજરાતના આંગણે વાઈબ્રન્ટ સમિટ યોજાતી હોય છે. જેમાં કરોડો રૂપિયાના રોકાણ થતા હોય છે. ત્યારે વાઈબ્રન્ટ સમિટ માત્ર લાલ ગાજર જેવું સાબિત થયું છે. વિધાનસભામાં સરકારે વાઈબ્રન્ટમાં થતા રોકાણ અંગે લેખિતમાં જવાબ આપ્યો છે. જેમાં સામે આવ્યું કે, વાઈબ્રન્ટ સમિટમાં કરોડો રૂપિયાના એમઓયુ તો થાય છે, પરંતું રોકાણ ઓછું થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત વિધાનસભામાં સરકારે આપેલા જવાબ અનુસાર, 1 ઓગસ્ટ 2021 ખી 31 જુલાઈ 2023 સુધીના ગાળામાં કુલ 9 લાખ 45 હજાર કરોડના રોકાણ માટે એમઓયુ થયા હતા, પરંતુ તેની સામે માત્ર 21556.97 કરોડનુ જ રોકાણ આવ્યું છે. આ ગાળામાં કુલ 55860 પ્રોજેક્ટ માટે એમઓયુ થયા હતા. 


કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય શૈલેષ પરમારે ગૃહમાં પ્રશ્ન પૂછ્યો હતો કે, છેલ્લાં બે વર્ષમાં વર્ષવાર 10 મી વાઈબ્રન્ટ સમિટ પૂર્વે સેક્ટર વાઈઝ કેટલી રકમના એમઓયુ કરાય હતા. ત્યારે ઉદ્યોગમંત્રી દ્વારા આ સંદર્ભમાં આપવામાં આવેલા જવાબથી વાઈબ્રન્ટના મૂડીરોકાણની પોલ ખૂલી છે.


ગોંડલમાં બે માસુમ બાળકોના એકસાથે મોત, પિતા શંકાના ઘેરામાં, રોજ દરગાહ જમવા લઈ જતો


25 સેક્ટરમાંથી 21 સેક્ટરમાં 0 ઈન્વેસ્ટમેન્ટ
સરકારે વિધાનસભા ગૃહમાં જણાવ્યું કે, 2021 થી 2022 ના ગાળમાં કુલ 25 સેક્ટરમા 55860 એમઓયુ થયા હતા. જે પૈકી 21 સેક્ટરમાં તો એક પૈસાનું રોકાણ આવ્યુ નથી. માત્ર ચાર સેક્ટરમાં 21557 કરોડનું રોકાણ આવ્યું છે. બાકીના એકપણ સેક્ટરમાં એક પૈસાનું રોકામ આવ્યું નથી.   


કુલ 55860 પ્રોજેક્ટ માટે કરાર થયા છે, તેમાંથી માંડ 19069 પ્રોજેક્ટ કાર્યરત થયા છે, જ્યારે કે 31832 પ્રોજેક્ટ પ્રાથમિક સ્તરે છે. આજે રીતે 1 ઓગસ્ટ 2022 થી 31 જુલાઈ 2023 સુધીમાં 47 પ્રોજેક્ટ માટે 79125 કરોડના સૂચિત મૂડીરોકાણની સામે માત્ર 1 પ્રોજેક્ટ અમલી બન્યો છે, જેમાં માત્ર 30 લાખનુ મૂડીરોકાણ આવ્યું છે. 


ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, વાવાઝોડા જેવો પવન પણ ફૂંકાશે


વાઈબ્રન્ટ સમિટ 24 ના પ્રચાર માટે 6 આઈએએસ વિદેશ જશે
ગુજરાત સરકારે 2024 ની વાઈબ્રન્ટ સમિટ માટે તૈયારીઓ આરંભી દીધી છે. આ વખતે ગુજરાતમાં વધુ રોકાણ થાય તેવા પ્રયાસો પહેલાથી જ હાથ ધરાશે. ગુજરાત રોકાણ માટે સર્વશ્રેષ્ઠ તેવો પ્રચાર કરવા માટે 6 આઈએએસ ઓફિસને વિદેશમાં ગુજરાતના બ્રાન્ડિંગ માટે મોકલાવમાં આવશે. ગુજરાતને વૈશ્વિક સ્તરે પ્રમોશન કરવા માટે રાજ્ય વિભાગે 6 આઈએએસ ઓફિસને જવાબદારી સોંપી છે. 


  • નાણાં વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી જેપી ગુપ્તા - અમેરિકા અને સાઉદી અરેબિયા

  • શ્રમ રોજગાર વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી ડો.અંજુ શર્મા - સિંગાપોર અને ઓસ્ટ્રેલિયા

  • શહેરી વિકાસ વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી અશ્વિની કુમાર - જાપાન (ડેલિગેશન સાથે)

  • ટુરિઝમ વિભાગના સેક્રેટરી હારિત શુક્લા - ફ્રાન્સ અને અમેરિકા

  • સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સેક્રેટરી વિજય નહેરા - તાઈવાન, સાઉથ કોરિયા અને વિયેતનામ

  • ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના વાઈસ ચેરમેન ડો.રાહુલ ગુપ્તા - જર્મની, ડેન્માર્ક અને ઈટલી


આમ, આ તમામ દેશોમાં ગુજરાતની વાઈબ્રન્ટ સમિટ માટે રોડ શો પણ યોજવામાં આવએશ. જે તે દેશમાં સ્થાનિક ઉદ્યોગપતિ અને કંપનીઓના એમડીને મળીને ગુજરાતમાં વધુમાં વધુ રોકાણ આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. 


એક નહિ, બે શ્રાપને કારણે શ્રીકૃષ્ણના કુળ અને દ્વારકા નગરીનો નાશ થયો હતો