તમે તો નથી કરાવ્યું`ને અહીં કામ! 3 મહાનગરોમાં વિઝાનું કામ કરતી 17 ઓફિસોમાં રેડ, મોટી સંખ્યામાં ડોક્યુમેન્ટ જપ્ત
આજકાલ લોકોને વિદેશમાં વસવાનું ઘેલું લાગ્યું છે, ત્યારે દામ, દંડ, ભેદ ગમે તેમ કરીને લોકો ત્યાં પહોંચવા માંગે છે. અમેરિકા-કેનેડા કે અન્ય દેશોમાં ગેરકાયદે ઘુસવાના કિસ્સામાં અનેક વખત ગુજરાતના જ એજન્ટોની ભૂમિકા ખુલી રહી છે. તેવા સમયે રાજયમાંથી બોગસ વિઝા ડોકયુમેન્ટનો પર્દાફાશ થયો છે. CID ક્રાઈમ દ્વારા રાજ્યના ત્રણ મહાનગરો અમદાવાદ, વડોદરા તથા ગાંધીનગરમાં એક સાથે 17 સ્થળોએ દરોડા પાડીને સંખ્યાબંધ શંકાસ્પદ સાહિત્ય-દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.